અહી વધ્યો વિનાશક વાવાઝોડાનો ખતરો, લગવાયું 9 નંબરનું સિગ્નલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા: ગુજરાત પર વિનાશક વાવાઝોડનો ખતરો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, વાવાઝોડું એક્સ્ટ્રીમ્લિ સીવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે. વાવાઝોડની ઝડપમાં પણ વધારો થયો છે. ત્યારે હવે ઓખા, જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, નખલવી,જામનગર અને સલાયા બંદર અતિ ભય જનક 9 નબર નું સિગ્નલ લગવવામાં આવ્યું છે.

ગુજરાત મેરેતાઈન બોર્ડ ઓખા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત હવામાન વિભાગ તરફથી 12 જૂનના રોજ સવારે 9.30 કલાકે મળેલી પોર્ટ ચેતવણી મુજબ પોર્ટે આગળની સૂચના ન મળે ત્યાં સુધી ઓખા બંદર પર ગ્રેટ ડેન્જર સિગ્નલ (GD-3) ફરકાવ્યું છે.

જાણો શું કહે છે ખાનગી એજન્સી સ્કાયમેટ
ચક્રવાત બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે બિપરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન પણ સામે આવ્યું છે. જેમાં આ વાવાઝોડું ક્યારેક પૂર્વ તો ક્યારેક પશ્ચિમ તરફ જાય છે. હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરશે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય નલિયા અને માંડવી આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે.

ADVERTISEMENT

જાફરાબાદ બંદર પર લગવાયું 3 નંબરનું સિગ્નલ
અમરેલી – જાફરાબાદ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલલગાવવામાં આવ્યું છે. વાવાઝોડાની આગાહીને પગલે લગાવાયું 3 નંબર નું સિગ્નલ. વાવાઝોડાની અસરને લઈ જાફરાબાદનો દરિયો વધુ રફ બનતા કિનારે વિશાળ મોજાઓ ઉછળી રહ્યા છે.દરિયામાં કરંટ વધતા જાફરાબાદ બંદર પર વધારાઈ સતર્કતા. 2 નંબર નું સિગ્નલ હટાવી 3 નંબર નું સિગ્નલ લગાવાયું.

જાણો કેટલું દૂર છે વાવાઝોડુ
પોરબંદરથી 340 કિમી
દ્વારકાથી 380 કિમી
નલિયાથી 470 કિમી

ADVERTISEMENT

વિથ ઈનપુટ: રજનીકાંત જોશી/ દ્વારકા, હિરેન રવૈયા/ અમરેલી, દર્શન ઠક્કર/જામનગર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT