વરસાદનો ત્રીજો રાઉન્ડ રહેશે ભયાનક, વરસાદ કરતા વિજળી અને પવન ડરાવશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : વરસાદ અંગે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વધારે એક આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હવે સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.

જો કે હવામાન વિભાગના અનુસાર અધિકમાસ બેસતાની સાથે (18 જુલાઇ) થી સૌરાષ્ટ્ર ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહેશે. જ્યારે અમદાવાદમાં ભારે મેઘાડંબર સાથે વરસાદ પડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સિઝનનો 60 ટકા ઉપરનો વરસાદ નોંધાઇ ચુક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકા વધારે વરસાદ ખાબક્યો છે. 3 દિવસ બાદ ફિશરમેનો માટે વોર્નિંગ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે. દક્ષિણ યુપીના સર્કુલેશનના કારણે વરસાદી માહોલ રહેશે. અત્રે ઉલ્લેખનીય છેકે સિઝનનો 60 ટકા વરસાદ પડી ચુક્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 41 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકાથી વધારે વરસાદ પડ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT