વ્યાજખોરોનો આતંક યથાવત, રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ મોતને વ્હાલું કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: એક તરફ પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ અનેક પગલાંઓ લઈ રહી છે. આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વ્યાજખોરો પોલીસ તંત્રને સતત પડકાર ફેકી રહ્યા હોય તેમ પોતાના કારનામાં સતત શરૂ રાખી રહ્યા છે. રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ યથાવત રહ્યો છે. રાજકોટમાં કોલસાના વેપારીએ વ્યાજખોરના ત્રાસથી મોતને વ્હાલું કર્યું છે. ત્યારે વેપારીએ આપઘાત કરતાં પહેલા ત્રણ વ્યાજખોરોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.

1 લાખના ચુકવ્યા 13 લાખ
પોલીસની કાર્યવાહી બાદ પણ વ્યાજખોરોને જાણે કાયદાનો ડર ન હોય તેમ ફરી રહ્યા છે. અને પોતાના કારનામાં શરૂ રાખ્યા છે. રવાભાઈ ખોડાભાઈ ઝાપડા નામના કોલસાના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને દુકાનમાં જ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનામાં મૃતકે જીવન ટૂંકાવતા પોતાના પર ત્રાસ ગુજારતા લોકોનો ઉલ્લેખ કર્યો છે. રવાભાઈએ 1 લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ તેની સામે 13 લાખની ચૂકવણી કરી દીધી હોવાનું ચર્ચાય રહ્યું છે.

ત્રણ વ્યાજખોરોએ પૈસા,મકાન અને સોનું પડાવી લીધું
રવાભાઈ ખોડાભાઈ ઝાપડાએ વ્યાજે લીધેલા રૂપિયાની સામે 13 ગણા રૂપિયાની ચૂકવણી કરી હોવા છતાં વ્યાજખોરો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. મૃતક પાસેથી 13 તોલા સોનુ પડાવી લીધું હતું. ત્રણ વ્યાજખોરોમાં એક વ્યાજખોરે રૂપિયા પડાવ્યા જ્યારે બીજા વ્યાજખોરે મકાન લખાવી લીધું હતું અને ત્રીજા વ્યાજખોરે સોનું પડાવ્યું હતું. ત્યારે વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે.

ADVERTISEMENT

માર્ચમાં માવઠાનો માર? સૌરાષ્ટ્ર-કચ્છમાં બગડશે ખેડૂતોની હોળી !!

પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર  
આપઘાતના બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ત્યારે ઘરના વ્યક્તિને ગુમાવના પરિવારમાં શોકનો માહોલ છે અને આ મામલે વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી રવાભાઈનો મૃતદેહ પરિવારે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT