કપડવંજના શિક્ષકનો 'મોટો ખેલ', બાળકોને ભણાવવા પોતાની જગ્યાએ ભાડેથી રાખ્યો માણસ

ADVERTISEMENT

Kapadvanj News
આમ તો કેવી રીતે ભણશે ગુજરાત?
social share
google news

Kapadvanj News: બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. આ મુદ્દે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે વિદેશમાં રહેતા તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મંગાવવામાં આવશે અને તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવશે. ફરજ પર ગેરહાજર રહી વિદેશમાં રહેતા જણાશે તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ વચ્ચે હવે ખેડાથી પણ આવો જ બનાવ સામે આવ્યો છે.

શિક્ષકે ભાડેથી રાખ્યો માણસ

ખેડા જિલ્લાના કપડવંજની વાંટા શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકે સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે પોતાની જગ્યાએ ભાડેથી માણસ રાખ્યો હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે. 

રણોદરા ગામના રહેવાસી છે શિક્ષક આશિષ પટેલ

બાયડ તાલુકાના રણોદરા ગામના રહેવાસી અને વાંટા શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા આશિષ પટેલ પોતાની જગ્યાએ ભાડુતી શિક્ષક રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. 

ADVERTISEMENT

અન્ય ધંધા સાથે સંકળાયેલ હોવોથી ભાડેથી માણસ રાખ્યો

તો બાયડ તાલુકાના રણોદરા ગામના શિક્ષક આશિષ પટેલ અન્ય ધંધા સાથે સંકળાયેલા હોવાથી તેમની જગ્યાએ બીજા શિક્ષકને ભણાવવા માટે મોકલતા હતા હોવાનું સામે આવ્યું છે. 

બનાસકાંઠામાં શું બન્યો બનાવ?

બનાસકાંઠા જિલ્લાના પાન્છા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા 2016થી વિદેશમાં સ્થાઈ છે, પણ હજી ફરજ પાન્છા શાળામાં ચાલુ છે. ફક્ત એટલું જ નહીં 8 વર્ષથી અમેરિકામાં રહેતા આ શિક્ષિકાનો પગાર 2023ના વર્ષ સુધી અપાયા હોવાની પણ વાત મળી રહી છે, મળતી માહિતી પ્રમાણે વર્ષે એક વખત શાળાએ આવી શિક્ષિકા એકાદ-બે લાખ લઈ જતાં હતા. આ કિસ્સો સામે આવતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.

ADVERTISEMENT

વર્ષોથી વિદેશમાં છે શિક્ષિકા

વર્ષોથી ભાવનાબેન નામના શિક્ષિકા વિદેશમાં રહે છે અને હજી શાળામાં ફરજ બોલે છે, તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પારૂલબેન મહેતાએ જણાવ્યાનુસાર, આ શિક્ષિકા અંગે તેમણે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાણ કરી છે. છતાં પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા  સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. શાળાના બાળકો તથા ગામના વાલીઓએ જણાવ્યું હતું કે 'આ બેન ઘણાં વર્ષો સુધી શાળામાં આવ્યા જ નથી.' 

ADVERTISEMENT

ઈનપુટઃ હેતાલી શાહ, ખેડા

 

    follow whatsapp

    ADVERTISEMENT