ભાજપમાં રાજીનામાંનો દોર યથાવત, વધુ એક નેતાએ આપ્યું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી પરંતું જીત બાદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલનું કદ વધતાં આંતરિક વિખવાદ શરૂ થયો. પત્રિકા કાંડ બાદ પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દીધું છે. વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપ્યું છે. જોકે સુનિલ સોલંકીએ સ્વૈચ્છાએ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે.

ગુજરાતની રાજનીતિમાં અને ખાસ કરીને ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ ઉદ્દભવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વધુ એક નેતાએ રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપ્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભારે ફેરફાર થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીબાદ ભાજપમાં ભારે જુથવાદ જોવા મળી રહ્યો છે.

પાટીલને પણ કરી હતી વાત

સુનીલ સોલંકીએ રાજીનામા અંગે કહ્યું કે, મેં એક અઠવાડિયા પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગે મેં પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા પણ કરી લીધી હતી. સુનીલ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, મેં મારા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. હું હંમેશાં પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને રહીશ. અગાઉ ભાજપે મને વડોદરાના મેયરની જવાબદારી સોંપી હતી. જે બાદ મને શહેર મહામંત્રી બનાવ્યો હતો. હું હજુ પણ પાર્ટી સાથે કામ કરતો રહીશ.

ADVERTISEMENT

પ્રદીપસિંહ વાઘેલાએ પણ આપ્યું રાજીનામું

ખાનગી ચેનલ સાથે વાત કરતા પ્રદિપસિંહ વાઘેલાએ પોતે પાર્ટી અધ્યક્ષના કહેવા પર 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું હતું. જોકે તેમના રાજીનામાના સ્વીકાર અંગે હજુ પાર્ટી તરફથો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, મેં માત્ર જવાબદારી છોડી છે, હું પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું અને મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. હું આ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. કલમમમાં પ્રવેશ ઉપર પ્રતિબંધની વાત સદંતર ખોટી છે. મારી સામે પણ પત્રિકા યુદ્ધ ચાલે છે.

જમીન કૌભાંડમાં સપડાયા હોવાનો આક્ષેપ

નોંધનીય છે કે, શુક્રવારે પ્રદીપસિંહ વાઘેલાને પાર્ટીએ ફરજિયાત વનવાસે મોકલી દેવાનો નિર્ણય લીધો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. જો કે આ અંગે GujaratTak એ તપાસ કરતા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ ગુજરાતનાં એક મોટા જમીન કૌભાંડમાં સપડાયા છે. જેની ફરિયાદ છેક PMO સુધી થતા પાર્ટીએ પ્રદીપસિંહને ફરજિયાત વનવાસે મોકલી દેવાના આદેશ છુટ્યા હોવાનું માનવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT