રેવડી બાદ રેડ કલ્ચરની શરૂઆત? ગુજરાતના આપ કાર્યાલય પર પોલીસના દરોડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે રવિવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેજરીવાલે ડ્રગ્સ મામલે જણાવ્યું કે, ગુજરાત તંત્રની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા યુવાધનને દાવ પર લગાવ્યા છે. ગુજરાતના એક ચોક્કસ પોર્ટ પર હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. ગુજરાત એ ડ્રગ્સનું હબ બની ચુક્યું છે. આટલું પકડાય છે તેનો અર્થ કે આવતું કેટલા મોટા પ્રમાણમાં હશે.

અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચતા જ દરોડા દ્વારા સ્વાગત
જો કે અરવિંદ કેજરીવાલ કાર્યાલય ખાતે પહોંચે તે પહેલા જ સ્થાનિક ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ અંગે કેજરીવાલ અને ઇસુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરીને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું કે, ભાજપમાં આપના વધી રહેલા દબદબાથી ભાજપ ખુબ જ ગભરાઇ ગયું છે. તેના કારણે હવે આપના લોકો અને તેમના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં મળી રહેલા સમર્થનથી ભાજપ ગિન્નાઇ ગઇ છે

ADVERTISEMENT

અરવિંદ કેજરીવાલ, ”ગુજરાતની જનતા તરફથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ખુબ જ ખરાબ રીતે ગભરાઇ ગઇ છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી આવી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ રેડ કલ્ચરની શરૂઆત થઇ ચુકી છે. દિલ્હીમાં કંઇ ન મળ્યું તો ગુજરાતમાં દરોડા પાડ્યા પરંતુ અહીં પણ કઇ જ નહી મળે.અમે કટ્ટર ઇમાનદાર અને કટ્ટર દેશભક્ત છીએ.”

ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરતા લખ્યું કે, ”કેજરીવાલ અમદાવાદ આવતાની સાથે જ અમદાવાદની આમ આદમી પાર્ટીના અમદાવાદ ઓફીસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું. પરંતુ કંઇ ન મળતા જતા રહ્યા. ફરી આવશે.”

    follow whatsapp

    ADVERTISEMENT