શાળાની વિદ્યાર્થીનીએ કહ્યું, બોયફ્રેન્ડ વિના રહેવાતું નથી મારા લગ્ન કરાવી આપો
વડોદરા : શહેરમાં ભણવાની ઉંમરે લગ્ન કરવાની જીદે ચડીને એક સગીરાને પરિવારજનો સાથે માથાકૂટ થયા બાદ પોતાનું ઘર છોડી દીધું હતું. ઘર છોડીને તે બહાર…
ADVERTISEMENT
વડોદરા : શહેરમાં ભણવાની ઉંમરે લગ્ન કરવાની જીદે ચડીને એક સગીરાને પરિવારજનો સાથે માથાકૂટ થયા બાદ પોતાનું ઘર છોડી દીધું હતું. ઘર છોડીને તે બહાર જવાની જીદ કરી રહી હતી. જો કે માતા-પિતા દ્વારા અભયમ્ની ટીમનો સંપર્ક કરવામાં આવતા ટીમે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
વિદ્યાર્થીની પોતાના બોયફ્રેંડ માટે ગમે તે કરવા તૈયાર
સ્કુલમાં ભણતી એક વિદ્યાર્થીની નાની ઉંમરે જ પ્રેમમાં પડી ગઇ હતી. પોતાના બોયફ્રેન્ડ સાથે બેરોકટોક ફરવા માંગતી હોવાથી તેના માતા પિતા ટોકતા હતા. જેના કારણે વારંવાર તરૂણીને ઘરમાં ચકમક ઝરતી રહેતી હતી. બોયફ્રેન્ડના કહેવામાં આવી સ્વચ્છંદી બની જતા પરિવારજનો સાથે રોજેરોજ માથાકુટ થયા કરતી હતી. ભણવાની ઉંમરે બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર થવા લાગી હતી. વિદ્યાર્થીનીને તેના પરિવારજનોએ સમજાવી હતી.
પરિવાર બહાર જાય એટલે તત્કાલ બોયફ્રેંડને બોલાવી લેતી હતી
ગઈકાલે 26 જાન્યુઆરીના રોજ એક લગ્ન પ્રસંગમાં જવા મુદ્દે પુત્ સાથે માતાને બોલાચાલી થઇ હતી. તરૂણી ઘરે રહેવા માંગતી હતી. જેથી પોતાના બોયફ્રેન્ડને બોલાવી શકે. જો કે માતાએ દબાણ કરતા તે લગ્નમાં જવાના બદલે ઘર છોડીને જતી રહી હતી. રોષે ભરાયેલી વિદ્યાર્થીની ઘર છોડીને જતી રહેતા પરિવારે અભયમનો સંપર્ક કર્યો હતો. જેના પગલે અભયમે તરૂણીને સમજાવી હતી. સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT