માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં પડ્યો વરસાદ, હજુ પણ ટળ્યું નથી સંકટ; ખેડૂતો ચિંતાતૂર
Gujarat Weather Update: ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં ફરી એક વખત જોરદાર પલટો આવ્યો છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં…
ADVERTISEMENT
Gujarat Weather Update: ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં ફરી એક વખત જોરદાર પલટો આવ્યો છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. આજે વહેલી સવારે વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડ્યો હતો. ભર શિયાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
વલસાડમાં વહેલી સવારે પડ્યું માવઠું
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.
આજે ક્યા પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો અને તમામ એપીએમસીને બુધવાર સુધી ખેત પેદાશોને ઢાંકીને રાખવાની સૂચના આપવામાં આવી છે.
આવતીકાલથી વાતાવરણ રહેશે સૂકું
આ સાથે જ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 10 જાન્યુઆરીથી વાતાવરણ ફરીથી સૂકું રહે તેવી આગાહી કરવામાં આવી છે.
ખેડૂતોમાં છવાયો ચિંતાનો માહોલ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વાતાવરણમાં છેલ્લા મહિનાઓમાં અનેકવાર મોટો પલટો આવી ગયો છે. હાલ શિયાળાની ઋતુમાં પણ માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT