સાબરમતી રિવરફ્રન્ટ પર 7500 મહિલાઓ સાથે વડાપ્રધાન ચરખો કાંતશે
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ પોતાના વતન આવી રહ્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 27 ઓગસ્ટે “ખાદી ઉત્સવ”મા ભાગ લેશે. …
ADVERTISEMENT
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ પોતાના વતન આવી રહ્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 27 ઓગસ્ટે “ખાદી ઉત્સવ”મા ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ ખાદીને ખુબ પ્રોત્સાહન આપ્યું છે. આ પ્રોત્સાહનના લીધે ખાદીનો વ્યાપ દેશ સહિત વિદેશમાં પણ વધ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. 7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. વડાપ્રધાન મોદી કારીગરો સાથે ચારખો કાંતશે અને તેમણે સંબોધશે.
2014થી ખાદીના વેચાણમાં નોંધાયો તોતિંગ વધારો..
ભારતમાં ખાદીનું વેચાણ દિવસે ને દિવસે ઘટવા લાગ્યું હતું. વર્ષે 2014થી દેશમાં ખાદી ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે. KVIC મુજબ દેશમાં ખાદીના ઉત્પાદનમાં 172 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014થી તેના વેચાણમાં 245% નો વધારો થયો છે. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં 1920ના દાયકાથી અત્યાર સુધી ઉપયોગમાં લેવાતા ચરખાની વિવિધ પેઢીઓના 22 ચરખાને પ્રદર્શિત કરીને “ચરખા ઉત્ક્રાંતિ”ને પણ દર્શાવવામાં આવશે. ચરખા ઉત્ક્રાંતિમાં “યરવડા ચરખા”ની સાથોસાથ બીજા અનેક ચરખાનો પણ સમાવેશ થાય છે જેમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળથી લઈને આજના સમયમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ ટેક્નોલોજી સાથેના ચરખાઓ દર્શાવવામાં આવશે. આ “ચરખા ઉત્ક્રાંતિ” પ્રદર્શનની વડાપ્રધાન મોદી દ્વારા મુલાકાત લેવામાં આવશે.
ADVERTISEMENT
ખાદી સાથે સંકળાયેલ ભારત
ખાદીનું બીજું નામ ‘ખદ્દર’ પણ છે અને તે ગ્રામીણ ભારત માટે આજીવીકાનું એક મહત્વનું માધ્યમ ગણવામાં આવે છે. ખાદીના કાંતણ અને વણાટે ભારતના નાગરિકોને વધુ આત્મનિર્ભર બનાવીને બ્રિટિશ સામ્રાજ્યને વિખેરી નાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ગાંધીજીની ‘વિદેશી માલસામાનના બહિષ્કાર’ની નીતિએ આઝાદી મેળવવા માટે પાયાના પત્થરની ભૂમિકા ભજવી છે, તેથી તેમણે વ્યૂહાત્મક રીતે આ માટે ચરખાને એક સાધન તરીકે અપનાવ્યું.
ADVERTISEMENT