ઘી ના ભાવમાં લાગી આગ ! સાબરડેરીએ કર્યો 35 રુપિયાનો ભાવ વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હસમુખ પટેલ, સાબરકાંઠા: રાજ્યની સામાન્ય જનતા મોંઘવારીના બોજ તળે પીસાતી જઈ રહી છે. કારણ કે એક બાદ એક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ તો સમજ્યા પણ સ્થાનિક લેવલે હવે દૂધ-ઘીના ભાવ પણ મારી નાંખે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.ગુજરાતની જનતાને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. કારણ કે દૂધ-તેલ બાદ હવે ઘીના ભાવમાં પણ વધારો થયો છે.

વાત કરીએ સાબરકાંઠાની કે જ્યા તો ઉલટી ગંગા વહી હોય તેવો ઘાટ ઘડાયો છે. ઘીના ભાવમાં ડેરીએ વધારો કરતા લોકોને હવે શીરાનું જમણ જનતાને મોંઘુ પડશે.બનાસકાંઠા,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં ઘીના ભાવમાં વધારો થયો છે. ત્યારે સાબરડેરીએ પ્રતિકિલો ઘીમાં 35 રુપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે.સાબરકાંઠાની સાબરડેરીએ પ્રતિકિલો ઘીના ભાવમાં વધારો કરતા 15 કિલોના ડબ્બાના ભાવમાં 525 રુપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓના બજેટમાં પણ અસર પડી છે. ઘી અને દૂધના ભાવમાં થયેલો વધારો અરવલ્લી અને સાબરકાંઠાના સ્થાનિકોએ ભોગવવો પડશે.શિયાળામાં ઘીની માગ વધારે હોય છે એવા સમયે આ વધારો ઘરના બજેટને પણ ખોરવી નાંખશે.

સાબરકાંઠા તેમજ અરવલ્લીની જીવાદોરી સમાન સાબરડેરીમાં લિ.એ ઘીના ભાવમાં રૂપિયા 3 5 રુપિયાનો વધારો થતા સમગ્ર જિલ્લામાં અત્યારે વેંચાણકારો જ માત્ર ખુશીમાં છે.ડેરીના નિર્ણયના કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT