આ છે જનતાનો રક્ષક? સરથાણા પોલીસ મથકના પી.આઇની ગુંડાગીરી થઈ સીસીટીવીમાં કેદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય સિંહ રાઠોડ / સુરત: એક તરફ પોલીસને સરકાર જનતાનો મિત્ર ગણાવવામાં મથામણ કરી રહી છે ત્યારે ખાખીની દબંગગિરિ અનેક વખત સામે આવી છે. સરથાણા પોલીસ મથકના પી.આઇ. ખાખીનો રોપ જમાવતા સીસીટીવીમાં કેદ થયા છે. ખાખી પહેરી લીધી એટલે જાણે દબંગગિરિ કરવાનો લીલો પરવાનો મળી ગયો હોય તેમ વર્તન કરતાં સીસીટીવીમાં જોવા મળે છે.

આ મામલે ઈંડાની રેસ્ટોરન્ટ ચલાવતા શખ્સ દ્વારા કરાઈ પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવી આવી છે. આ અરજીમાં કારણ વગર પી.આઈ. હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગ્રાહકોને વગર કારણે માર મારવામાં આવ્યો હતો તેમ જણાવવામાં આવ્યું છે.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પી.આઇ.એ ધંધાકીય લૂટ ચલાવી હતી જેમાં 10 ખુરશી, 4 ટાયરચેર તથા ટીપોઇ લઈ ગયા હતા. કયા ગુન્હામાં લઈ ગયા તે કશું જણાવ્યું નહીં અને મેમો પણ આપ્યો ન હતો. આ ઉપરાંત તેમણે ગાળો આપી હતી તથા પોલીસ સ્ટેશને લઈ જઇ એફ.આઇ.આર વગર 26 કલાક સુધી ગોંધી રાખ્યા હતા. આ સાથે ફરિયાદીએ જણાવ્યું કે પી.આઇ. એ અન્ય કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. ફરિયાદી પ્રશાંત સવાણીએ આ ફરિયાદ સાથે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજની સીડી તૈયાર કરી અને ગૃહ મંત્રી તથા મુખ્યમંત્રીને પણ મોકલી છે.

ADVERTISEMENT

પીઆઇ એમ.કે.ગુર્જરના સીસીટીવી સામે આવ્યા આ સીસીટીવી ફુટેજમાં પીઆઇ ગ્રાહકોને માર મારતા દેખાઈ રહ્યા છે તથા લાતો મારીને યુવકોને ભગાડતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આ વિડીયો જોઈ એ સવાલ થાય છે કે પોલીસને જનતાનો મિત્ર કઈ રીતે ગણવા? પોલીસને રક્ષક કઈ રીતે ગણવા?

    follow whatsapp

    ADVERTISEMENT