સર તન સે જુદાના નારા લગાવનારને કાયદાનું ભાન, પોલીસે 3 લોકોને ઝડપી લીધા

ADVERTISEMENT

Sir tan se juda
Sir tan se juda
social share
google news

Vadodara News : Gujarat ના વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં કેટલાક મુસ્લિમ યુવકો દ્વારા ડીજે પર સર તન સે જુદાના નારાઓ સાથે ગીત વગાડ્યું હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ત્યાર બાદ ગુજરાત પોલીસ સામે સવાલો ઉઠવા લાગ્યા હતા. જેના પગલે પોલીસ સફાળી જાગી હતી. હાલ તો પોલીસે આ વીડિયોમાં દેખાતા યુવકો પૈકી 3ની ધરપકડ કરી લીધી છે.

वडोदरा ईद मिलन यात्रा- ट्वीट 2/2

आदरणीय @GujaratPolice @dgpgujarat
video clip 1- ये वीडियो वडोदरा के फ़तेहपुरा का बताया जा रहा है, डीजे पर चला रहे है “ग़ुस्ताके नबी की एक ही सज़ा-सर तन से जुदा”
Video clip 2- इसमें गाना बज रहा है-“भारत का बच्चा बच्चा, मेरे ख़्वाजा के टुकड़ों पर… https://t.co/EEFvSM0hIt pic.twitter.com/x7uZLI4V7A

— Kajal HINDUsthani (@kajal_jaihind) September 30, 2023

ડીજેમાં સર તન સે જુદા જેવા ભડકાઉ ગીતો વગાડવામાં આવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇદના દિવસે યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ગીત વગાડાયું હતું.ઇદ એ મિલાદ નિમિત્તે યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન સર તન સે જુદાના નારા લગાવવામાં આવ્યા હતા. વાયરલ વીડિયોમાં સંભળાય છે કે, એક ગીત વાગે છે કે, ગુસ્તાખે નબી કી એક હી સજા સર તન સે જુદાના નારા વાગે છે. ત્યાર બાદ બીજુ ગીત વાગે છે કે, ભારત કા બચ્ચા બચ્ચા મેરે ખ્વાજા કે ટુકડો પે પલતા હે વાગે છે.

ADVERTISEMENT

वडोदरा ईद मिलन यात्रा- ट्वीट 1/2

ये है फ़ैज़ान शैख़, गुजरात के वडोदरा का।
1) ईद के दिन इनकी शोभा यात्रा में DJ पर गाना बज रहा है- “भारत का बच्चा-बच्चा, मेरे ख़्वाजा के टुकड़ों पर पलता है”। (इस विडियो की लिंक भी हम पोस्ट कर रहे है।)
2) इनकी शोभा यात्रा में लड़के राष्ट्रीय ध्वज… pic.twitter.com/TA4vFgojb1

— Kajal HINDUsthani (@kajal_jaihind) September 30, 2023

ફતેહપુરા વિસ્તારમાં અવાર નવાર થયા કરે છે છમકલા

મળતી માહિતી અનુસાર આ વીડિયો વડોદરાના ફતેહપુરાનો છે. જેમાં ઇદ એ મિલાદ નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ત્રિરંગો ધ્વજ તો લહેરાઇ રહ્યો હતો પરંતુ નારા ખુબ જ ભડકાઉ વાગી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અચાનક એક્શનમાં આવી હતી. ત્રણ લોકોની દરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

વડોદરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી

વડોદરા પોલીસ દ્વારા વીડિયો વાયરલ થયા બાદ ત્રણ લોકોની ધરપકડ કરી. જેમાં હૈદર ખાન પઠાણ, સરફરાઝ ઉર્ફે છોટુ કાલિયા અંસારી અને રાહુલ રાધેશ્યામ ધોબીની ધરપકડ કરાઇ છે. ત્રણેય વિરુદ્ધ IPC ની કલમ 153 A, 114, 188, 131, 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રાહુલ ડીજે બેન્ડનો માલિક છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT