ક્રિકેટમાં દેશ માટે મેડલના ઢગલા કરી આપનાર ખેલાડી હાલ બકરીઓ ચરાવવા મજબુર
હિતેશ સુતરિયા/અરવલ્લી : કોઈપણ વર્લ્ડકપ ક્રિકેટ રમેલો ખેલાડી એક કાચા જર્જરિત મકાનમાં રહી ઢોર ચરાવી ખેતમજૂરી કરીને પોતાના ઘરડા માતા પિતા સહિત પોતાના પરિવારનું ગુજરાન…
ADVERTISEMENT
હિતેશ સુતરિયા/અરવલ્લી : કોઈપણ વર્લ્ડકપ ક્રિકેટ રમેલો ખેલાડી એક કાચા જર્જરિત મકાનમાં રહી ઢોર ચરાવી ખેતમજૂરી કરીને પોતાના ઘરડા માતા પિતા સહિત પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય આવું અમે કહીએ તો તમે માનશો? આજે અમે આપને એવા એક અંધ વર્લ્ડકપ વિજેતા ઓલ રાઉન્ડર ખેલાડીની વાત કરી રહ્યા છીએ જેમને જોઈને કદાચ તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ જશે.
કેવી રીતે ભલાજી ક્રિકેટર બન્યાં?’
માલપુરના નાનકડા એવા પીપરાણા ગામે એક ગરીબ ખેત મજૂરને ઘરે જન્મેલા ભલાજી ડામોર જન્મથી અંધ છે. જન્મ્યા ત્યારે માતા પિતાને બહુ ચિંતા હતી કે, હવે અંધ દીકરો છે તો કઈ રીતે તેનો ઉછેર કરીશું પરંતુ અંધ હોવા છતા ભલાજી ખુબ જ ચબરાક હતા. શાળાએ જાય એટલો મોટા થયા એટલે બીજા બાળકોની જેમજ તેમણે પણ ભણવાનું શરૂ કર્યું. પ્રાથમિક શાળામાં અભ્યાસ શરૂ કર્યા બાદ સાબરકાંઠા જિલ્લા ખાતે ચાલતી સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અંધ વિદ્યાર્થીને અભ્યાસ માટે શિક્ષકો મુકવામાં આવ્યા અને બ્રેઇલ લિપિવાળા પુસ્તકો દ્વારા ભલાજી ડામોરને ભણાવવા લાગ્યા. ભલાજી ડામોર બ્રેઇલ લિપિના સહારે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન અભ્યાસની સાથે સાથે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કલચર એક્ટિવિટી હેઠળ ભલાજી ક્રિકેટ પણ શીખતા હતા. ક્રિકેટની રમતમાં બરોબર મન પરોવી લીધું અને ક્રિકેટમાં ઓલ રાઉન્ડર દેખાવ કરવા લાગ્યા.
વર્લ્ડ કપમાં પાકિસ્તાનને કારમો પરાજય અપાવ્યો’
અલગ અલગ જિલ્લા પ્રાંત લેવલે મેચમાં ભાગ લઈ સતત આગળ વધતા વધતા ભલાજી ઇડરની ટીમ ગુજરાતમાં પ્રખ્યાત થઈ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા કરતા ગુજરાત કપ જીત્યો ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળના મેનેજિંગ ડાયરેક્ટર અને હાલ ગુજરાત વિકલાંગ નિગમના કમિશ્નર પ્રો. ભાસ્કર મહેતાએ ભલાજીને આગળ વધવા ખૂબ પ્રેરણા આપી. ભલાજી ડામોર નેશનલ કપ રમ્યા એમાં પણ સતત મેંન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા. 1998માં એક ખાનગી હોટલની સ્પોન્સરશિપ હેઠળ દિલ્હીમાં કનિષ્ક અંધ વર્લ્ડકપ યોજાયો એમાં સેમિફાઇનલ સુધી પહોંચ્યા અને સેમી ફાઇનલમાં દુશ્મન દેશ પાકિસ્તાનને કારમો પરાજય આપી પોતે મેન ઓફ ધ મેચ બન્યા હતા.
ADVERTISEMENT
અનેક રમતોમાં મેન ઓફ ધ સિરિઝ બની ચુક્યાં છે
ભારતની અંધ ક્રિકેટ ટીમને ફાઇનલ સુધી પહોંચાડી અને ફાઈનલ મેચમાં મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા. દેશ ગુજરાત રાજ્યનું અને અરવલ્લી જિલ્લાનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું હોવા છતા ક્રિકેટમાં વિશ્વ લેવલે દેશને ગૌરવ અપાવનાર ભલાજી ડામોરની સફર અનોખી રહી. પરંતુ પારિવારીક સફર ખુબ જ દર્દનાક રહી.
ભલાજી ખેતી કરવા માટે મજબુર બન્યા
આજે ભલાજી ખેત મજૂરી કરી પરિવારનું પેટ ભરે છે. 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો પછી આગળ પણ ભણવું હતું પરંતુ ગરીબ સ્થિતિ હતી એટલે ભણવા અસમર્થ હતા કેમ કે આગળ કોલેજ નો અભ્યાસ કરવા માટે મોડાસા જવું પડે એટલે નાણાં હતા નહીં એટલે ઘરે રહી પશુ ચરાવવા અને ખેત મજૂરી કરીને જીવન વિતાવતા હતા. લગ્ન કરવાની ઉંમર થઈ એટલે ભલાજીના સમાજમાં જ તેના લગ્ન કરાવ્યા ગરીબીમાં મજૂરી કરી જીવન જીવતા જીવતા ભલાજી બે સંતાનોનો પિતા બન્યા. ઘરમાં મા-બાપ પણ વૃદ્ધ થયા એટલે હવેએ ખેત મજૂરી કરી શકે એમ ન હતા, એટલે પોતાના સંતાનો પત્ની અને માં બાપ બધાની જવાબદારી ભલાજીના શિરે હતી.
ADVERTISEMENT
હાલ ખુબ જ જર્જરિત સ્થિતિમાં રહે છે ખેલાડી
હાલ એક કાચા મકાનમાં રહે છે. બે નાના બાળકોને સરખા પહેરવા કપડાં પણ નથી. પિતા વૃદ્ધ છે. ઘરમાં ગેસનો ચૂલો પણ નથી. પાણી પીવા માટે જૂનું કટાઈ ગયું હોય એવું માત્ર એક માટલું જ છે. કાચા ચૂલા પર લાકડા સળગાવી રોટલો બનાવીને ભોજન કરવા મજબુર છે. એકાદ IPL રમતો ખેલાડી પણ કરોડપતિ થઇ જતો હોય છે તેવામાં ક્રિકેટમાં દેશને ગૌરવ અપાવનાર ભલાજી ડામોર અને તેનો પરિવારને પહેરવા 2 જોડી સારા કપડા પણ નથી.
ADVERTISEMENT
કેવી રીતે રમાય છે અંધ ક્રિકેટ?
અંધ વ્યક્તિ કઈ રીતે ક્રિકેટ રમેં તો એ સંશય પણ આપણે દૂર કરી દઈએ કે બેટ સ્ટમ્પ પેડ હેન્ડ ગ્લોઝ શૂઝ આ બધું સામાન્ય ક્રિકેટર જેવું પરંતુ બોલમાં ઘૂઘરા હોય છે. ઘૂઘરાવાળા બોલના અવાજની દિશાથી બેટ વડે બોલના ફટકા મારે છે. ચોક્કા છક્કાની રમઝટ બોલાવી દેશ ને ગૌરવ આપાવ્યું છે ત્યારે ભલાજી ડામોરને સરકાર કોઇ સહાય કરે તેવી આશ સ્થાનિકો રાખી રહ્યા છે.
ADVERTISEMENT