ચા ની ચૂસકી લેતા લેતા કાળનો કોળિયો બનતા બચ્યા લોકો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય રાઠોડ, સુરત: ગુજરાતના સુરત શહેરમાં રસ્તા પર દોડતી એક બોલેરો પિકઅપ વાન ચાના સ્ટોલ સાથે અથડાઈ જેમાં મોટી જાનહાનિ ટળી છે.  સુરતના સારોલી વિસ્તારમાં ચાના સ્ટોલ પર બોલેરો પીકઅપ વાન ઘૂસી ગઈ હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

CCTVમાં કેદ થયેલી આ તસવીરો સુરતના સારોલી વિસ્તારમાં આવેલા બાપાનો બગીચો નામના ચાના ઢાબાની છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે લોકો ઢાબામાં ખાટલા પર સૂઈને ચાની ચૂસકી લેતા હોય છે. આ રોડ પરથી એક બોલેરો પીકઅપ વાન ખૂબ જ ઝડપે અહીં પ્રવેશે છે. બોલેરો પીકઅપ વાન પ્રવેશતાની સાથે જ અહીં બેઠેલા લોકો તેની સાથે અથડાય છે અને બાકીના લોકોમાં ફફડાટ ફેલાયો છે.

4 લોકો ઘાયલ થયા
બોલેરો પીકઅપ વાનની સ્પીડ એટલી ઝડપી હતી કે અહીં બેઠેલા લોકો કંઈ સમજે તે પહેલા જ તે સામે આવેલા તમામ લોકોને કચડીને બહાર નીકળી ગઈ હતી. જે સમયે આ અકસ્માત થયો તે સમયે વિક્રમ હીરા નામનો છોકરો ઢાબામાં ચા બનાવી રહ્યો હતો. આ ઘટનામાં કુલ ચાર લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઢાબા પર ચા બનાવનાર વિક્રમ નસીબદાર હતો કે તેનો બચાવ થયો.

ADVERTISEMENT

બે વ્યક્તિને માથાના બહગએ ઇજા 
ઘટનાને લઈ ચા બનાવનાર વિક્રમે કહ્યું કે, આચનક ગાડી આવી અંદર આવી ચડી. અંદર બેસેલા બે વ્યક્તિને પગમાં ઇજા થઈ જ્યારે બે વ્યક્તિને માથામાં ઇજા થઈ જ્યારે હું જીવ બચાવવા બહાર આવી ગયો ગયો.

    follow whatsapp

    ADVERTISEMENT