સૌરાષ્ટ્રવાસીઓને વર્ષાંત સુધીમાં મળશે AIIMS ની ભેટ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર છે. આવનારા સમયમાં ઓક્ટોમ્બર-નવેમ્બરમાં એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે. આજે રાજકોટ ખાતે સમીક્ષા બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું કે, દેશમાં 22 AIIMS માંથી ગુજરાતમાં રાજકોટને AIIMS મળી છે. AIIMS નું કામ 60 ટકા પૂર્ણ થઈ ચુક્યું છે. આગામી સમયમાં વડાપ્રધાન AIIMS નું લોકાર્પણ કરશે.

રાજકોટ સિવિલની ખસતા હાલત અંગે આરોગ્યમંત્રીને રજુઆત
આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. સિવિલના બિલ્ડિંગને લઈને રાજ્યસભા સાંસદ રામ મોકરીયાએ રજૂઆત કરી છે. તેઓએ રજૂઆત કરતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને કહ્યું કે, સિવિલનું નવું બિલ્ડિંગ AIIMS હોસ્પિટલને આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ અને AIIMS વચ્ચે MOU કરવામાં આવશે. રાજકોટ સિવિલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે. વ્યવસ્થાઓ સુધારવા માટે પ્રયાસ રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું.

આ પ્રકારે હશે AIIMS નું આયોજન
AIIMS હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ હશે. પ્રથમ માળે ICU સહિતના વોર્ડ HDU, ઓપરેશન થિયેટર હશે. બીજા માળ પર લેક્ચર રૂમ, વોડ્સ, સ્ટાફ લોન્જ હશે. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધા રાખવામાં આવશે. એઇમ્સ શરૂ થતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, શહેરના પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ 120 એકર જમીન એમ્સ માટે સરકારે ફાળવી હતી.

ADVERTISEMENT

એઇમ્સના કારણે સૌરાષ્ટ્ર તબીબી હબ બનશે
એઇમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળશે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે જેના કારણે સૌરાષ્ટ્રને ઘણો ફાયદો થશે. 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે અને દર્દીઓએ અમદાવાદ કે અન્ય કોઇ સ્થળે લાંબુ નહી થવું પડે.

રાજકોટ એઇમ્સ માટે ફોરલેન અને સિક્સ લેન રોડ બનાવાશે
ઉલ્લેખનીય છે કે, રાજકોટ એઈમ્સન માટે ફોર લેન અને સિક્સ લેન રોડ બનાવાશે. પરાપીપળીયાથી એઈમ્સ સુધીનો રસ્તો બનાવાશે. જેનું નવેમ્બર સુધીમાં કામકાજ પૂર્ણ કરી લેવાશે. એમ્સ હોસ્પિટલના વિભાગોને લઈ રોડ મેપ પણ તૈયાર કરી લેવાયો છે. OPD શરૂ થયા બાદ મેડિસિન, ફાર્મસી વિભાગ પણ શરૂ થશે. આગામી 2022 પહેલા રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવાનો દાવો કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT