કોરોનાનો મહાવિસ્ફોટ અટકી ગયો, એરપોર્ટ પર જ 14 વેરિયન્ટને અટકાવી દેવામાં આવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : દેશમાં કોરોનાનું સંકટ ધીરે ધીરે ઘેરું બની રહ્યું છે. કોરોના પોઝિટિવ આવનારા લોકોની સંખ્યામાં ધીરે ધીરે ફરી પાછો વધારો થઇ રહ્યો છે. જેના પગલે એરપોર્ટ પર આવનારા લોકોનું સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે આ ટેસ્ટિંગના કારણે જ ભારતમાં મોટો કોરોના બ્લાસ્ટ થતા અટકી ગયો છે.

એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પ્રવાસીઓના ટેસ્ટિંગ સતત ચાલુ
એરપોર્ટ પર ઈન્ટરનેશનલ પ્રવાસીઓના કોરોના ટેસ્ટના સરકારના નિર્ણયનું પરિણામ આવતું દેખાયું છે. 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાંથી 124 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. ભારતમાં કોરોના ન ફેલાય એટલે સરકારે છ દેશોમાંથી આવનાર લોકો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યો છે.

કોરોનાના નવા વેરિયન્ટ ન આવે તે મુદ્દે સરકાર સતત સતર્ક
જેથી કોરોનાના બહારથી આવતા વેરિયન્ટને અટકાવી શકાય અથવા તો કોઇ નવો કોરોના વેરિયન્ટ ન આવે. કોરોનાનો વધુ ફેલાવો થતો અટકાવી શકાય. 1 જાન્યુઆરથી 2023થી છ દેશોમાંથી આવનાર પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત થયો છે. જો કે આ ટેસ્ટિંગના ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે.

ADVERTISEMENT

6 દેશના પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટિંગ ફરજીયાત
24 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2022 સુધી એરપોર્ટ પર કરાયેલી ઈન્ટરનેશનલ પ્રવાસીઓના ટેસ્ટિંગમાં 11 પ્રકારના કોવિડ વેરિયન્ટ મળી આવ્યાં છે. જે ચિંતાનો વિષય છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયા હતા.

કુલ 14 સેમ્પલમાંથી અલગ અલગ વેરિયન્ટ મળી આવ્યા
જેમાંથી 124 કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે 124 પોઝિટવ સેમ્પલમાંથી 40 ના જીનોમ સિક્વન્સિંગ રિઝલ્ટ મળ્યાં છે જેમાંથી 14 સેમ્પલમાં XBB.1 સહિત XBB અને એક સેમ્પલમાં BF 7.4.1 વેરિયન્ટ મળ્યો છે. જો કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ નાગરિકોને બિનજરૂરી રીતે નહી ગભરાવા માટે તથા સજાગ રહેવા અને સરકાર દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT