MORBI ઝુલતા પુલ દુર્ઘટના મામલે નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી, જાણો શું છે સુપરસીડ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી : ઝુલતા પુલ તુટી પડવાના કેસમાં 135 નિર્દોષ નાગરિકોનાં મોત થયા હતા. જેમાં મોરબી નગરપાલિકા અને તેના ચીફ ઓફીસરની બેદરકારી સામે આવી હતી. જો કે પાલિકા અને ચીફ ઓફીસર સામસામે આવી ગયા હતા. જેના કારણે ભારે વિવાદ થવાના કારણે સરકાર પણ અસહજ સ્થિતિમાં મુકાઇ હતી. પાલિકાના પદાધિકારીઓ દ્વારા પણ સુપરસીડ નહી કરવા માટે વારવાર રજુઆતો કરવામાં આવી હતી. આ અંગે આખરે ભારે હાલક ડોલક બાદ હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આજે સરકારે ભારે હૈયે પાલિકાને સુપરસીડ કરવાની જાહેરાત કરી હતી.

નગરપાલિકા સુપર સીડ કરવા મુદ્દે હાઇકોર્ટે સરકારને કરી હતી ટકોર
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકા સુપરસીડ જાહેર થતાની સાથે જ અધિક નિવાસી કલેક્ટરને વહીવટદાર તરીકે તેમની નિમણુંક કરવામાં આવી છે. અધિક નિવાસીર કલેક્ટર નરેન્દ્ર મુછાળાને વહીવટદાર નિયુક્ત કરીને મોરબી નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી દેવામાં આવી છે. હાઇકોર્ટે આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ સરકાર સમગ્ર મામલે સફાળી જાગી હતી. અત્રે ઉલ્લે્ખનીય છે કે, 52 સભ્યો ધરાવતી મોરબી નગરપાલિકાના તમામ સભ્યો ભાજપ સમર્થિત હતા.

સુપર સીડ એટલે શું?
હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા પાલિકાને સુપરસીડ જાહેર તો કરી દેવામાં આવી છે. પરંતુ સુપર સીડ એટલે શું તે અંગે કેટલાક નાગરિકો પાસે માહિતી હોતી નથી. કેટલીક ખાસ પરિસ્થિતિમાં ચૂંટાયેલા તમામ સભ્યોને બરખાસ્ત કરી દેવામાં આવે છે. સમગ્ર પાલિકાના વહીવટ માટે એક અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે. પાલિકાનો સમગ્ર વહીવટ તે અધિકારી કરે છે. સંપુર્ણ રાજકીય બોડીને બરખાસ્ત કરી દેવામાં આવે છે. આ સ્થિતિને પાલિકા સુપરસીડ કરવામાં આવી કહેવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT