લ્યો બોલો, મહિસાગરમાં સાંસદ સભ્યએ સંકલન વગર જ કોંગ્રેસ નેતાને ભાજપમાં જોડ્યા, અને પછી થયું નીચા જોયા જેવુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી, મહીસાગર: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બીજી તરફ નેતાઓ એક્શન મોડેમાં આવી ચૂક્યા છે. ત્યારે જિલ્લાના લુણાવાડા તાલુકાના કોંગ્રેસી આગેવાન અને કસલાલ તાલુકા પંચાયત સીટ પરથી કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી ચૂકેલા ભેમાભાઇ પગી ગઈકાલે પંચમહાલ સાંસદ રતન સિંહ રાઠોડના હાથે ખેસ અને ટોપી પહેરી ભાજપમાં જોડાયા હતા અને જે બાબતના ફોટા પણ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને જેના ચોવીસ કલાક પણ થયા નથી અને આ કૉંગ્રેસ આગેવાન આજે ફરી કૉંગ્રેસનો ખેસ ધારણ કરી ઘર વાપસી કરતા ભાજપના સાંસદ સહિત જિલ્લાના મોટા નેતાઓને નીચું જોયા જેવુ થયું છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા કસલાલ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ભેમાભાઇ પગી પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ મહીસાગર જિલ્લા ભાજપ મહામંત્રી રાવજીભાઈ પટેલ , અને પ્રદિપ સિંહ તેમજ ભાજપના અગ્રણી કાર્યકર અજય દરજી સહિત અન્ય ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગઈકાલે વિધિવત કેસરિયો ખેસ પેહરી ભાજપમાં જોડાયા હતા. અને જે બાબતના ફોટા પણ ઉત્સાહ ભેર સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ફરી કોંગ્રેસમાં જોડાતા અનેક સવાલો ઉઠયા છે.

24 કલાકમાં જ કોંગ્રેસમાં કરી ઘરવાપસી
પ્રચાર પ્રસાર માટે ભાજપ દ્વારા કોઈપણ પ્રકારની કચાસ રાખવામાં આવી નહતી. પરંતુ ફક્ત 24 કલાકમાંજ આજે આ નેતા ભાજપ છોડી ફરી કૉંગ્રેસનો ખેસ ધારણ કરી કૉંગ્રેસમાં ઘર વાપસી કરતા ભાજપના નેતાઓ દ્વારા આ બાબતમાં કાચા સાબિત થયા હતા ઉતાવાળે કાચું કાપ્યું હોય તેવું પ્રતીત થયું હતું

ADVERTISEMENT

કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ
આ ઘટનાને લઈ મહીસાગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે સત્તાના જોરે લોકોને દબાવીને લોકશાહીનું હનન કરવાનો કારસો રચનાર ભાજપની માનસિકતા ખુલ્લી પડી ગઈ છે. અને લુણાવાડાની કસલાલ તાલુકા પંચાયત ઉમેદવાર ભેમાભાઈ નાનાભાઈ પગીને દબાણ કરીને પંચમહાલ સાસંદ અને જિલ્લાના મહામંત્રીઓ ભાજપમાં લઇ ગયા હતા. પણ ભેમાભાઈ પગી તાનાશાહી સામે ના ઝૂકતા કોંગ્રેસ પાર્ટીમા આજરોજ 24 કલાકની અંદરજ પાછા ફર્યા છે. જેમનું જિલ્લા પ્રમુખ સુરેશ પટેલ, ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો અને ઘર વાપસી કરી હતી

શુ કીધું મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખે
ભેમા પગી કાલે કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડ્યાના 24 કલાકમાં પાછા કૉંગ્રેસમાં ઘર વાપસી કરતા આ બાબતે ગુજરાત તક દ્વારા મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભેમા પગી જોડાવવાના હતા તે જાણ્યું હતું. પરંતુ તે કાલે ભાજપમાં જોડાયા છે તેની ખબર નથી. પાર્ટી દ્વારા જે કોઈપણ વ્યક્તિ અન્ય પક્ષ છોડી ભાજપમાં જોડાય છે તેની સાથે પહેલા વાત કરી ખાતરી કરવામાં આવે છે. અને ત્યાર પછી ભાજપમાં સામેલ કરવામાં આવે છે. સાંસદ ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમણે ભેમા પગીને ભાજપમાં સામેલ કરવા માટે સારું કાર્ય કર્યું છે. પરંતુ ભેમા પગી પાછા કૉંગ્રેસમાં ગયા તે દુઃખની બાબત છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જિલ્લા પ્રમુખને જાણ કરવાનું ભાજપના નેતાઓએ મુનાસીબ માન્યું નહિ. અને જિલ્લા પ્રમુખની જાણ બહાર કૉંગ્રેસ છોડી ભાજપમાં આવતા નેતાને વિશ્વાસમાં લેવામાં ઉતાવળ કરી નાખી કે પછી કંઈક કાચું કપાયું કે કૉંગ્રેસ નેતા 24 કલાક પણ ભાજપમાં રહ્યા નહીં અને કૉંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT