Junagadhના ગાદોઈ ટોલનાકાના મેનેજરના સણસણતા આક્ષેપ, કહ્યું- ગામના રસ્તેથી વાહનોને કરાય છે ડાયવર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Junagadh News: મોરબી જિલ્લાના ચકચારી વઘાસિયા ટોલનાકા પ્રકરણમાં ઝડપાયેલા બે આરોપીઓ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને કોર્ટે જામીન મુક્ત કર્યા છે. ત્યારે હવે જૂનાગઢના ગાદોઈ ટોલનાકા નજીક અસમાજિક તત્વો દ્વારા વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરવામાં આવતું હોવાનો આક્ષેપ ગાદોઈ ટોલનાકાના મેનેજર દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

ગાદોઈ ગામમાંથી અપાયો છે ડાયવર્ટઃ મહેન્દ્રસિંહ

જૂનાગઢ જિલ્લાના જેતપુરથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકાના મેનેજર મહેન્દ્રસિંહે આક્ષેપ કર્યો છે કે, ગાદોઈ ગામના કેટલાક અસમાજિક તત્વો દરરોજ ટોલનાકાથી થોડેક આગળ ઉભા રહી જાય છે. તેઓ રસ્તા પર વાહનો આડા ઉભા રાખી દે છે અને ગામના રસ્તેથી વાહનોને ડાયવર્ટ કરી દે છે. જેના બદલામાં તેઓ વાહનચાલકો પાસેથી પૈસા પણ વસુલે છે.

ટોલબુથને થાય છે લાખોનું નુકસાનઃ મેનેજર

ટોલનાકાના મેનેજરે જણાવ્યું કે, અસમાજિક તત્વો દ્વારા એકહજારથી વધારે વાહનોને ગામના રસ્તેથી ડાયવર્ટ કરવામાં આવતા ટોલબુથને દરરોજ આશરે 2થી અઢી લાખ રૂપિયાનું નુકસાન થાય છે. અમે તેમને અનેક વખત રોકવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં તેઓને સમજાવવામાં આવતા અસમાજિક તત્વોએ ટોલબુથના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. જેની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

ADVERTISEMENT

તેઓ કોઈને મનાઈ ન કરી શકેઃ રાયમલભાઈ

તો આ મામલે ગાદોઈ ગામના સરપંચના પતિ રાયમલભાઈ જલુએ કહ્યું કે, તેઓ ગામના રસ્તેથી વાહનચાલકોને પસાર થતાં રોકી શકે નહીં. કોઈપણ વ્યક્તિ ગમે તે રસ્તે ચાલી શકે છે. આપણે કોઈને મનાઈ ન કરી શકીએ.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT