રખડતા પશુઓને પકડવાની કામગીરીને લઈ માલધારી સમાજ મેદાને, વેદના રેલી કાઢી કરશે વિરોધ પ્રદર્શન
અમદાવાદ: ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સરકાર સામે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા રોડ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સરકાર સામે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા રોડ પર રખડતા પશુઓને પકડવાની કામગીરી થઈ રહી છે. આ પશુઓને ઢોરવાડામાં મોકલવામાં આવી રહ્યા છે. સરકારની આ કામગીરીને લઈ માલધારી સમાજને અસંતોષ છે. સરકારની આ કામગીરી સામે માલધારી મહાપંચાયત આવતીકાલે 2 સપ્ટેમ્બરના રોજ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરશે.
રાજ્યમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર સામે વિરોધ મોરચા ઊભા થઈ રહ્યા છે. રખડતાં પશુની સમસ્યાને લઈને હાઇકોર્ટની ટકોર બાદ સરકાર સફાળી જાગી છે. અને પશુઓને ઢોરવાડામાં મોકલવાની કામગીરી કરી રહી છે. ત્યારે સરકારની આ કામગીરીને લઈને માલધારી સમાજ રોષે ભરાયો છે. સરકારની કામગીરી થી નારાજ માલધારી સમાજ આવતીકાલે 2 સપ્ટેમ્બરના રોજ વેદના રેલી કાઢી અને સરકારને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરશે.
માલધારી સમાજની વેદના રેલી 2 સપ્ટેમ્બરના રોજ સવારના 11 કલાકે બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિર થી પ્રસ્થાન કરશે અને ભદ્રકાલી મંદિરસુધી પહોંચશે. માલધારી મહાપંચાયતના પ્રવક્તા નગજી દેસાઇએ આ મામલે કહ્યું હતું કે, ગામડાઓને જ્યારે શહેરમાં સમાવવામાં આવે છે ત્યારે માલધારીઓના વાડા માટે કોઈ જ અલગ જગ્યા ફાળવવામાં નથી આવતી. તેથી રખડતાં પશુઓની સમસ્યામાં શહેરોમાં વકરે છે. રાજ્યસરકાર ગામડાઓને શહેરોમાં ભેળવવાનું બંધ કરે અથવા મલધારીઓને પશુ સાચવવા માટે અલગ જગ્યા આપે. આમ આવતી કાલે સરકારને પોતાની વાત રાખવા માટે માલધારી સમાજ રેલી કાઢશે.
ADVERTISEMENT
ADVERTISEMENT