સિંહો પહોંચ્યા શિવ મંદિરે, માથું ટેકવતા અદભુત વિડીયો આવ્યા સામે, Video
અમરેલી: સિંહોને ગીરનું ઘરેણું ગણવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તાર ઉપરાંત રહેણાંક વિસ્તાર સિંહોના આંટાફેરા હવે સામાન્ય બન્યા છે. ઘણી વખત…
ADVERTISEMENT
અમરેલી: સિંહોને ગીરનું ઘરેણું ગણવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તાર ઉપરાંત રહેણાંક વિસ્તાર સિંહોના આંટાફેરા હવે સામાન્ય બન્યા છે. ઘણી વખત સિંહોની પજવણી તો ઘણી વખત સિંહો ગામમાં લટાર મારતા CCTV માં કેદ થઈ ચૂક્યા છે. આ દરમિયાન હવે વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સિંહ શિવજીના મંદિરે પહોંચ્યો છે. મંદિરમાં સિંહોએ ભગવાન શિવના દર્શન કરી માથું ટેકવવા હોય તેવા અદભુત વિડીયો આવ્યા સામે આવ્યો છે.
અમરેલી જિલ્લામાં સિંહ રસ્તા પર પણ જોવા મળી જાય છે. અનેક વખત સિંહના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. તો અનેક વખત સિંહોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠયા છે. વનવિભાગ અનેક વખત સવાલોના ઘેરામાં આવી ચૂક્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સિંહ શિવમંદિર સુધી પહોંચે છે. એક સાથે બે સિંહો શિવમંદિર પહોંચે છે. શિવજીને માથું ટેકાવે છે. અને આ પ્રકારના દ્રશયો પૂજારીના કેમેરામાં કેદ થાય છે. જોકે સિંહો મંદિર પરિસરમાં ઘુસતા પુજારીએ સિંહોને ભગાવવા હાકલા પડકારા કર્યા હતા.
સિંહો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય તે અનેક ઘટના સામે આવી છે. પરંતું મંદિર પર આવી અને આટાફેરા કરતાં હોવાની પ્રથમ ઘટના સામે આવી છે. જોકે આ સિંહો ક્યાં મંદિરમાં ઘૂસ્યા ક્યાં વિસ્તારનો વિડીયો તે તપાસનો વિષય છે. પરંતું સિંહોનો આ અદભૂત વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )
ADVERTISEMENT