કેજરીવાલ-સિસોદીયા ગુજરાત પ્રવાસે, CBI દરોડા બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં સભાઓ સંબોધિત કરશે. આ ઉપરાંત અહીની શાળાઓ અને હોસ્પિટલોની દયનીય સ્થિતિ અંગે પણ મીડિયા અને નાગરિકોને માહિતગાર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા ગુજરાતમાં પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. તેઓ હાલ ભાજપને પણ કેટલાક મુદ્દાઓમાં ભારે પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલ અને સિસોદીયા ગુજરાતની પોલખોલ કાર્યક્રમ આગળ વધારશે
આવતી કાલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંન્ને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ હિંમતનગર અને ભાવનગરની મુલાકાત લેશે. અહીં જંગીજનસભા સંબોધે અને રેલી કાઢે તેવી પણ શક્યતાઓ છે. આ ઉપરાંત અમદાવાદમાં બંન્ને પત્રકાર પરિષદ કરીને મહત્વની ગેરેન્ટીની જાહેરાત પણ કરી શકે છે. આ ઉપરાંત સીબીઆઇના દરોડા બાદ સિસોદિયા પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેવામાં આ મુલાકાત ખુબ જ મહત્વની બની જાય છે.

મોદી સરકાર પર ગુજરાતમાં જ આવીને ચાબખા વિંઝશે
સીબીઆઇના દરોડા બાદ પહેલીવાર સિસોદીયા કોઇ જાહેરસભા કે સ્થળ પર હશે અનેતે હશે ગુજરાત. તેવામાં સીબીઆઇ દરોડા અંગે તેઓ મોદી સરકાર પર ગુજરાતમાં જ આવીને આકરા પ્રહારો કરે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત સ્થાનિક શાળા અને હોસ્પિટલોની પણ મુલાકાત લઇને તેઓ પોલ ખોલવાનો પ્રયાસ કરે તેવી શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. આપ દ્વારા ખુબ જ આક્રમક રીતે ભાજપની રણનીતિને ટક્કર આપવામાં આવી રહી છે. ત્રીજો પક્ષ હોવા છતા તે મુખ્ય વિપક્ષી કોંગ્રેસને પણ પાછુ પાડે તેટલી આક્રમકતાથી આગળ વધી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT