જામનગર મનાપમાં બજેટની ચર્ચામાં ચગ્યો જ્ઞાતિવાદનો મુદ્દો, તો મિલકતોના ભાવ કેટલા વધશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠકકર,જામનગરઃ જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2023-24ના બજેટ અંગે આજે બેઠક મળી હતી. આ વર્ષમાં બજેટમાં કરવેરામાં ભારે વધારો ઝીંકાતા વિપક્ષે વિરોધ કર્યો હતો. વિપક્ષના વિરોધ વચ્ચે પણ બહુમતીથી બજેટને મંજૂરી આપવામાં આવી હતીં.જો કે આ બેઠકમાં જ્ઞાતિવાદની ચર્ચાને પગલે થોડા સમય માટે બોર્ડમાં ગરમાવો આવી ચૂક્યો હતો.

આજે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક શહેરના ટાઉનહોલ ખાતે યોજાઈ હતી જેમાં કરદાતા નગરજનો પર 23.50 કરોડનો વધારો બોડ આગામી નાાણાંકીય વર્ષમાં જાહેર કરવામાં આવ્યો છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા દ્વારા આજે બજેટ વાંચન કરવામાં આવ્યું હતું,જેને બહુમતીથી બહાલી આપવામાં આવી છે.બજેટ અંગેની સામાન્યસભામાં શાસકપક્ષે આગામી નાણાંકીય વર્ષ 2023-24માં રૂ.975.67ની આવકનો અંદાજ બાંધ્યો છે.જેની સામે આ નાણાંકીય વર્ષ દરમિયાન મહાનગરપાલિકા રૂ. 1,080.04 કરોડનો ખર્ચ કરવા ચાહે છે એવું બજેટમાં દર્શાવવામાં આવ્યું છે. 01-04-2023નાં દિવસે જામનગર મહાનગરપાલિકાની ખૂલતી સિલક રૂ.272.52 કરોડ રહેશે. તો વર્ષ આખરે 31-03-2024નાં દિવસે કોર્પોરેશનની તિજોરીમાં સિલક તરીકે રૂ.168.15 કરોડ હશે એવો અંદાજ શાસકોએ વ્યક્ત કર્યો છે.

વેરામાં વધારાને ગણાવાયો ‘નજીવો’
બજેટ સ્પીચમાં ચેરમેને આ વધારાનાં કરબોજને ‘નજીવો’ વધારો લેખાવતા જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકા આગામી વર્ષમાં મહાનગરપાલિકાનાં લોક ભાગીદારીનાં કામોમાં કોર્પોરેશનનાં ફાળા પેટે 10 થી 30 ટકાની જે રકમ જોગવાઈ કરવાની થાય છે, તે અન્વયે સ્ટેન્ડિંગ કમિટીએ પુખ્ત ચર્ચા-વિચારણા કરી ટેકસમાં ફેરફાર સાથે નજીવો વધારો સૂચવ્યો છે.અત્રે નોંધનીય છે કે, વિવિધ દરખાસ્તો સાથે કમિશનર દ્વારા ડ્રાફ્ટ અંદાજપત્રમાં નગરજનો પર વધારાનો રૂ.53 કરોડનો કરબોજ વધારવા ભલામણો કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ આ વધારાનો કરબોજ રૂ. 23.50 કરોડ રાખવા સૂચવ્યું છે. જેને આજે શાસકપક્ષે બહુમતીથી મંજૂરી આપી દીધી છે.

ADVERTISEMENT

મિલકતોના ભાવમાં થશે વધારો
આગામી સમયમાં તમામ મિલ્કતોના લઘુત્તમ મિલકત વેરા દર વધશે.આ ઉપરાંત મોટાભાગની મિલકતોના ભારાંકનાં દરો પણ વધશે.જેને પરિણામે વિવિધ પ્રકારની મિલકતોના ધારકોએ કુલ વેરાવધારો સહન કરવાનો રહેશે.આ ઉપરાંત શાસકપક્ષે ત્રણ નવા વધારાનાં ચાર્જ,જે કમિશ્નરે સૂચવેલા તેમાં નજીવા ફેરફાર સાથે માન્ય રાખ્યા છે.એટલે એટલાં પ્રમાણમાં કરદાતાઓની જવાબદારી વધશે અને મહાનગરપાલિકાની આવકમાં વધારો થશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં દારુબંધીના લીરેલીરા, રાજકોટમાં વરરાજાના ફુલેકામાં દારુની રેલમછેલ તો PSI પણ દારુના નશામાં !

ADVERTISEMENT

ગેરકાયદે દબાણોને લઈને બેઠકમાં બોલાચાલી
જો કે બજેટને બહુમતીના જોરે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં બજેટ રજૂ થયા બાદ શરૂ થયેલી ચર્ચાને લઈને બોર્ડમાં ભારે ગરમાવો આવ્યો હતો.પૂર્વ વિપક્ષ નેતા અસ્લમ ખીલજીએ ગેરકાયદે દબાણોના મામલામાં જ્ઞાતિવાદ રાખવામાં આવતો હોવાની ચર્ચા કરતા આ નગરસેવકને મેયરે માફી માંગવા જણાવ્યું હતું. તો આ મામલે થોડીવાર પૂરતા શાસક અને વિપક્ષના કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા. જે બાદ સ્ટે.ચેરમેન અને વિપક્ષ નેતાએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો અને બોર્ડમાં ફરી બજેટલક્ષી ચર્ચા શરૂ થઇ હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT