હોસ્પિટલે મૃત બાળકીની સારવાર કરી સરકાર પાસેથી પૈસા પડાવ્યા, હવે આપી સ્પષ્ટતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિંમતનગર : શહેરની મેડિસ્ટાર હોસ્પિટલમાં PMJAY યોજના અંતર્ગત બિલ પાસ કરાવવાનું મોટુ કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિલ દ્વારા બિલ પાસ કરાવવા કલાકો સુધી મૃત બાળકીની સારવારનું નાટક ચાલ્યું હતું. જો કે ગાંધીનગર સ્ટેટ ટીમના સરપ્રાઇઝ ચેકિંગમાં હોસ્પિટલની કરતુતનો ભાંડો ફુટી ગયો છે. ઘટનાને કારણે IAS રેમ્યા મોહને હોસ્પિટલને PMJAY યોજનામાંથી બ્લેકલિસ્ટ કરી દીધી છે. હોસ્પિટલને રૂપિયા 14 લાખ 47 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જો કે બ્લેકલિસ્ટ થયા બાદ હોસ્પિટલ સંચાલકનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અડધી રાત્રે કરાયેલી તપાસ તદ્દન ખોટી છે અને કરાયેલા તમામ આક્ષેપો પણ ખોટા અને પાયાવિહોણા છે. હોસ્પિટલની કામગીરી સામે ગાંધીનગર કક્ષાએ રજુઆત કરવામાં આવશે. મૃતક પરિવારજનો પણ હોસ્પિટલની કામગીરી સાથે સંમત છે.

સાબરકાંઠામાં મૃતબાળકીના પરિવારજનો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પરિવારનું નિવેદન સામે આવ્યું છે કે, હોસ્પિટલની સેવાથી સંતુષ્ટ છીએ. બાળકીના અવસાન બાદ 6 કલાકમાં જ મૃતદેહ સોંપી દેવાયો હતો. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ હતી. આ ઉપરાંત બાળકીનું વજન ખુબ જ ઓછું હતું. પેટ ફુલવા લાગતા તેને દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ તેમજ ડોક્ટર સામે કે હોસ્પિટલ સામે કોઇ ફરિયાદ નથી.

ADVERTISEMENT

આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે જણાવ્યું કે, આવી ઘટના સામે આવતા જ રાજ્ય સરકારે આ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દીધી છે. આ ઘટના પર સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે હોસ્પિટલ હજી પણ આરોપોનો ઇન્કાર કરી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT