GUJARAT ના ઐતિહાસિક જીતનો એ હીરો જે પડદા પાછળ રહીને BJP ને અદ્વિતિય સફળતા અપાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં ભાજપના અભુતપુર્વ વિજય પાછળ પીએમ મોદી અને અમિત શાહ બાદ જે નામ લેવાઇ રહ્યું છે તે સી.આર પાટીલનું છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ જેમાં પીએમ મોદી અને અમિત શાહ પણ આવે છે તેઓ જે ન કરી શક્યા તે સી.આર પાટીલે કરી બતાવ્યું હતું. માધોસિંહ સોલંકીએ બનાવેલા 149 ના રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો હતો.

ગુજરાત ભાજપે આ સિદ્ધિ પ્રાપ્ત કરી તેની પાછળ માઇક્રોમેનેજમેન્ટ માનવામાં આવે છે. સી.આર પાટીલ એવું માઇક્રો મેનેજમેન્ટ લઇ આવ્યા કેકોઇ પણ રીતે આ મોડલને નિષ્ફળ કરી શકાય તેવું નહોતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પેજ પ્રમુખ જેવો રાજકારણનો નવો પરંતુ ઐતિહાસિક કોન્સેપ્ટ લઇ આવી હતી. પેજ પ્રમુખ એવો કોન્સેપ્ટ હતો કે, પેજ પ્રમુખ ન માત્ર સંપુર્ણ મતદાન કરાવવા માટે સમર્થ હતો પરંતુ તે ઇચ્છે તે પક્ષને મતદાન કરાવવા માટે સમર્થ હતો. મતદારોની યાદીમાં રહેલા એક પેજમાં રહેલા મતદારો પૈકીના જ એક વ્યક્તિને તે પેજનો પ્રમુખ બનાવાતો હતો. જે વ્યક્તિ પોતાના પેજ પર રહેલા તમામ મતદારોને ન માત્ર મતદાન કરવા પરંતુ ભાજપ તરફી મતદાન કરાવતો હતો. આ પેજ પ્રમુખ જેવા અદ્ભુત કોન્સેપ્ટને લઇ આવનાર સીઆર પાટીલ હતા. આ કોન્સેપ્ટનો ફાયદો પણ ભાજપને મળી રહેલો સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. ભાજપે એવી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે કે, આવી જીત હવે ભવિષ્યે ભાગ્યે જ કોઇ પાર્ટી જીતી શકે.

ADVERTISEMENT

અગાઉ પણ તેઓ કહી ચુક્યા છે કે, નિચુ નિશાન તાકવા જેવી કોઇ વાત જ ભાજપમાં નહી હોવાનું જણાવી ચુકી છે. ભાજપે 151 સીટો મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જો કે ભાજપે તેના કરતા વધારે 157 સીટો પ્રાપ્ત કરી હતી. જેથી તેમણે જે લક્ષ્યાંક આપ્યો હતો તે લક્ષ્યાંક કરતા પણ વધારે સીટો પ્રાપ્ત કરી હતી. સી.આર પાટીલ અધ્યક્ષ બન્યા ત્યારથી આજ સુધી એટલે કે 52 મહિનાની મહેનતના અંતે તેમણે 152 કરતા પણ વધારે સીટો આપી દીધી છે.

20 જુલાઇ 2020 ના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા તે પહેલા તેઓ સાંસદ તો રહી ચુક્યાં છે. ન માત્ર સાંસદ રહી ચુક્યા છે. પરંતુ રેકોર્ડબ્રેક જીત પ્રાપ્ત કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1980 માં ભાજપમાં જોડાયા બાદ પાટીલ 1995થી 1997 અને 1998 થી 2000 ના સમયગાળા દરમિયાન જીઆઇડીસીના ચેરમેન રહી ચુક્યા છે. ત્યાર બાદ તેઓ 2009 માં નવસારીથી લોકસભા સાંસદ બન્યા હતા. 2014 થી 2019 માં પણ સાંસદ તરીકે ચુંટાયા હતા. 2019 માં દેશના ઇતિહાસના સૌથી વધારે મત મેળવીજીને જીતનારા સાંસદ બન્યા હતા. તેઓ 6.89 લાખની લીડથી જીત મેળવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT