વિધર્મી યુવકે રાત્રે પરિણિતાના ઘરમાં ઘૂસી આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આપી આ ધમકી
વડોદરા: શહેરમાં હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં વિધર્મી યુવકે રાત્રે પાડોશીના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું. આ સાથે જ મહિલાને તેના દીકરાને મારીનાખવાની ધમકી આપી…
ADVERTISEMENT
વડોદરા: શહેરમાં હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં વિધર્મી યુવકે રાત્રે પાડોશીના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું. આ સાથે જ મહિલાને તેના દીકરાને મારીનાખવાની ધમકી આપી હતી. જોકે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે આ મામલે
વિધર્મી યુવકે રાત્રે અઢી વાગ્યે પરિણિતાના ઘરમાં ઘુસીને તમામ હદો વટાવી દીધી હતી. 26 વર્ષીય વિધર્મી યુવકે તેની પાડોશમાં રહેતી પરિણિતા સાથે પ્રેમ સંબંધો બાંધવા હતા. પરંતુ અવાર નવાર 22 વર્ષીય પરિણિતાએ તેને ના પાડી દીધી હતી. જેથી કરીને યુવક રોષે ભરાયો અને તેની લાજ લૂંટવા ઘરમાં ઘૂસી ગયો હતો. રાત્રે અઢી વાગ્યે અચાનક વિધર્મી યુવકને પોતાના ઘરમાં જોઈ પરિણિતા ગભરાઈ ગઈ હતી. યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજારી તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે.
1 વર્ષથી સબંધ રાખવા કરતો હતો દબાણ
વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે પાડોશમાં રહેતી પરિણિતાના ઘરે રાત્રે રાત્રે અઢી વાગ્યે ઘુસીને દુષ્કર્મ આચર્યું હતું. યુવક ડરાવી ધમકાવીને છેલ્લા 1 વર્ષથી પરિણાતાને પોતાની સાથે તે શારિરિક સંબંધ બાંધે એના માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં તેની છેડતી કરી શારિરિક અડપલાં પણ કરતો હતો. ત્યારે હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
નોંધાવી પોલીસ ફરિયાદ
વિધર્મી યુવકે મોડી રાત્રે તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી અને પરિણિતાને ઢાંકવી હતી કે, જો તેને કોઈને આ અંગે જણાવ્યું તો તેના છોકરાની હત્યા કરી દેશે. વિધર્મી યુવક અનેક વાર તેને બહાર બળજબરી પૂર્વક પણ લઈ ગયો હતો. અહીં તેની સાથે શારિરિક છેડતી કરી હતી. ત્યારે આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈ પોલીસ એક્શનમાં આવી હતી અને વિધર્મી યુવકનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેની અટકાયત કરાશે એમ જણાવ્યું હતું.
ADVERTISEMENT