ગરમી અસર લોકોના સ્વાસ્થ્ય પર દેખાઈ, ફક્ત અમદાવાદમાં જ થાય આટલા લોકો થયા બેભાન
અમદાવાદ: રાજ્યભરમાં ગરમીના કારણે જાણે કુદરતી કરર્ફ્યૂ હોય તેવો માહોલ બજારમાં સર્જાયો છે. જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યભરમાં ગરમીના કારણે જાણે કુદરતી કરર્ફ્યૂ હોય તેવો માહોલ બજારમાં સર્જાયો છે. જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટની આગાહી કરી છે. ત્યારે હવે ગરમીના કારણે બિમારીના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગરમીના કારણે બેભાન થઈ જવાની ઘટનાઓ વધી છે. માત્ર 13 દિવસમાં જ અમદાવાદમાં ગરમીના કારણે અંદાજે 590 લોકો બેભાન થઈ જવાની ઘટના 108 ઈમરજન્સીમાં નોંધાઈ છે. ગરમીના કારણે ઈમરજન્સી કેસોમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે.
આ વર્ષે ઉનાળાની શરૂઆત વરસાદ થી થઈ છે. પરંતુ હવે આકરા તાપની સહરૂઆત થઈ છે. આકરી ગરમીને કારણે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે ગરમીના કારણે હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપી રહ્યું છે, ત્યારે ડોકટર્સ પણ કારણ વગર લોકોને ગરમીમાં બહાર નહીં નીકળવાની સલાહ આપી રહ્યા છે. ગરમીના કારણે 108 ઈમરજન્સીના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. માત્ર બે અઠવાડિયામાં ઈમરજન્સીના 9557 કેસ નોંધાયા છે. ગરમીના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલમાં વધી દર્દીઓની સંખ્યા
આકરી ગરમીના કારણે માંદગીમાં સતત વધારો છે. આ દરમિયાન રાજ્યમાં પેટમાં દુખાવો 3389 કેસ સામે આવ્યા છે. 1થી 7 તારીખમાં રોજના 251 હતા, જે 8થી 13 તારીખ વચ્ચે 272 થતાં 8.24 ટકાનો વધારો થયો છે. વોમીટીંગ અને ડાયેરિયાના 2003 કેસ નોંધાયા છે. 1થી 7 તારીખમાં રોજના 144 હતા, જે 8થી 13 તારીખ વચ્ચે 166 થતાં 14.93 ટકાનો વધારો થયો છે. હીટ સ્ટ્રોકના 30 કેસ સામે આવ્યા છે. 1થી 7 તારીખમાં રોજના 1 હતા, જે 8થી 13 તારીખ વચ્ચે 4 થતાં 228.57 ટકાનો વધારો થયો છે. હાઈ ફીવર કેસ 1578 નોંધાયા છે. 1થી 7 તારીખમાં રોજના 108 હતા, જે 8થી 13 તારીખ વચ્ચે 137 થતાં 26.21 ટકાનો વધારો જોવા મળ્યો છે. બેભાન થઈ જવાના 2386 કેસ જોવા મળ્યા છે. 1થી 7 તારીખમાં રોજના 170 હતા જે 8થી 13 તારીખ વચ્ચે 200 થતાં 14.20 ટકાનો વધારો થયો છે. આમ હિટવેવની આગાહી વચ્ચે લોકોની તબિયત પર ભારે અસર પડી રહી છે. બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT