ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોઃ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજુરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં એક મહત્વના મામલામાં દુર્ષક્રમ પીડિતાને ગર્ભપાતની મંજુરી આપી છે. હાલમાં જ આપને જાણકારી હશે કે સુપ્રીમ કોર્ટે પણ ગર્ભપાતને લઈને આવો જ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જે પછી આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 22 વર્ષની દુર્ષકર્મ પીડિતાને દુષ્કર્મથી રહેલા 26 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવાની પરવાનગી આપી છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં ગર્ભપાત માટે નિર્દેશ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં એક 22 વર્ષની પીડિતાને મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ ગર્ભપાત કરવાની મંજુરી આપવામાં આવી છે. તેને વિવિધ મેડિકલ રિપોર્ટ અને ખાસ સુવિધાઓ પણ આપવાનો આ ચુકાદા દરમિયાન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને નિર્દેશ કરાયો છે. ગુજરાત હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલને વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આગામી 28 ઓગસ્ટ સુધી સોલા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવાની મંજુરી આપી છે.

USના પૂર્વ પ્રેસિડેન્ટ Donald Trumpનું સરેન્ડર, 20 મિનિટમાં જેલથી બહાર નીકળી ગયા

આપને અહીં જણાવી દઈએ કે અગાઉ ગુજરાત હાઈકોર્ટે આવી જ રીતે સુરતની એક દુષ્કર્મ પીડિતાને 26 અઠવાડિયાના ગર્ભનું ગર્ભપાત કરવાની પર્વાનગી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુવતી માનસિક અસ્વસ્થ હોવાની રજૂઆત કરાઈ હતી અને તે 23 વર્ષની હતી. યુવતીના પિતા પણ માનસિક અસ્વસ્થ હતા. આ યુવતી પર તેના પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં તેને ગર્ભ રહ્યો હતો. હાઈકોર્ટે આ કેસમાં પણ ગર્ભપાત કરવાની મંજુરી આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT