રાજ્યપાલે ઢોર નિયંત્રણ બિલ પરત મોકલ્યું, હવે સરકાર વિધાનસભામાં પાછુ ખેંચી શકશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસના કારણે હાઇકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર સફાળી જાગી હતી. સરકાર દ્વારા ઢોરનિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો. વિધાનસભામાં રંગેચંગે આ કાયદાને પાસ કરીને રાજ્યપાલ પાસે પણ મોકલી અપાયો હતો. જો કે અસલી હોબાળો ત્યાર બાદ શરૂ થયો હતો. માલધારીઓ દ્વારા આ કાયદાનો ભરપુર વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો.

માલધારીઓ દ્વારા ખુબ જ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું
માલધારીઓ દ્વારા ગુજરાત સ્તરે ભારે વિરોધ શરૂ થઇ ચુક્યો હતો. આ વિરોધ એટલા સ્તરે પહોંચ્યો કે અત્યારે તો ગાંધીનગરમાં માલધારીઓ દ્વારા વિશાળ શામીયાણો બાંધીને સરકારને ભીંસમાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગુજરાતના લાખો માલધારીઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે. સરકારને હવે પોરાઠના પગલા ઉઠાવવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

સરકાર દ્વારા બિલ પરત ખેંચવા માટે આનુષાંગિક તૈયારીઓ અત્યારથી શરૂ કરાઇ
સરકારે આ પગલા ઉઠાવવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હાલ બિલ રાજ્યપાલ પાસે હોવાના કારણે વિધાનસભા સત્રમાં સરકાર બિલ પાછુ ખેંચી શકે તેમ નથી. તેવામાં રાજ્યપાલ પાસેથી બિલ પાછુ આવે તે જરૂરી છે. જે અંતર્ગત આજે રાજ્યપાલ દ્વારા બિલ પરત મોકલી દેવામાં આવ્યું છે. આ બિલ સરકારને પુન:વિચાર કરવા માટે મોકલી અપાયુ છે. જે અંતર્ગત હવે સરકાર દ્વારા આ બિલ પરત આવ્યા બાદ તેઓ બિલ પરત ખેંચી શકશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT