લો બોલો! આખો ડેમ બનાવડાવી લીધા પછી સરકારે કોન્ટ્રાક્ટરને કહ્યું પૈસા નહી મળે

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા/ભુજ : રાજ્યના ક્ષાર અંકુશ વિભાગે ભુજનાં કોન્ટ્રાકટર સાથે છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. ભુજની સરકારી કચેરીમાં કોન્ટ્રાકટરના પુત્ર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ભુજમાં બહુમાળી ભવનમાં યુવાને આત્મવિલાપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. કચ્છ ક્ષાર અંકુશ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીને લઈને યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ભુજના નીતિન ભૂરાલાલ વ્યાસ ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું કે, આજથી બાર વર્ષ પહેલા તેના પિતા ભૂરાલાલ વ્યાસને ક્ષાર અંકુશ વિભાગે લખપતનાં કપુરાશીમાં એક ચેકડેમ બનાવવા માટે નો વર્ક ઓર્ડર આપ્યો હતો.

પિતાએ ચેકડેમ બનાવી આપ્યો અને જ્યારે પેમેન્ટની વાત આવી ત્યારે ક્ષાર અંકુશ વિભાગના તત્કાલીન અધિકારીઓ કહ્યું કે અમે સરકાર પાસે મંજૂરી લેતા ભૂલી ગયા છીએ. હવે તો પેમેન્ટ શક્ય નથી, ક્ષાર અંકુશ વિભાગ અધિકારીઓ દ્વારા તેનાં પિતા સાથે છેતરપિંડી બાબતે તેમણે અવાર નવાર સરકારી તંત્રોમાં છેક ગાંધીનગર સુધી ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જિલ્લા કલેક્ટર કચેરી, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા પણ આ બાબતે કોઈ પગલાં લેવા આવતા નથી. આ બાબતે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી પગલાં ભરવા સૂચના આપી હોવા છતા અરજદાર ને ન્યાય ન મળતા આજે બહુમાળી ભવનમાં આવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થળ પર પહોંચી આવેલા પોલીસ કર્મચારીએ તેમની પાસેથી જ્વલનશીલ પ્રવાહી છીનવી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

ક્ષાર અંકુશ વિભાગના અધિકારીના વાંકે છેલ્લા બાર વર્ષથી ભુરાલાલ વ્યાસનો પુત્ર ન્યાય માટે લડી રહ્યો છે પરંતુ સરકાર અને સરકારી વિભાગે આજ સુધી કોઈ પણ પ્રકારે આ મામલામાં ન્યાય આપવાની તસ્દી લીધી નથી. જેથી આખરે આ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT