મહેસુલ કર્મચારીઓ આંદોલન કરે તે પહેલા જ સરકારે માંગણી સ્વિકારી લીધું
અમદાવાદ : રાજ્યમાં હાલમાં જ આંદોલનની સિઝન ચાલી રહી છે. આંદોલનની હવા રહેતા રહેતા મહેસુલી કર્મચારીઓ સુધી પહોંચી હતી. આવતીકાલથી અચોક્કસ મુદ્દની હડતાળનું મહેસુલી કર્મચારીઓ…
ADVERTISEMENT
અમદાવાદ : રાજ્યમાં હાલમાં જ આંદોલનની સિઝન ચાલી રહી છે. આંદોલનની હવા રહેતા રહેતા મહેસુલી કર્મચારીઓ સુધી પહોંચી હતી. આવતીકાલથી અચોક્કસ મુદ્દની હડતાળનું મહેસુલી કર્મચારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જો કે આજે મહેસુલ વિભાગના ACS સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 10 જેટલી માંગણીઓનો સ્વીકાર કર્યાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત 10 દિવસમાં પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી અપાઇ હતી. જેથી મહેસુલી કર્મચારીઓની હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
સરકાર પણ આંદોલનોથી કંટાળી ચુકી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આંદોલનોથી સરકાર પણ હવે કંટાળી ચુકી છે. ગુજરાત સરકાર હવે કોઇ નવું આંદોલન સહી લેવાના મુડમાં નથી. તેવામાં આંદોલન શરૂ થાય તે પહેલા જ ખાળવા માટે સરકાર ડેમેજ કંટ્રોલની રણનીતિ હેઠળ તમામ માંગણીઓ સ્વિકારી લેવામાં આવી છે. તમામ કર્મચારીઓએ હાલ તો આંદોલન પરત ખેંચી લીધું છે.
કર્મચારી મહાસંઘની જાહેરાત પરંતુ કર્મચારીઓમાં અસંતોષ
જો કે ગુજરાતના મહેસુલી કર્મચારીઓના મહાસંઘ દ્વારા જાહેરાત તો કરી દેવામાં આવી છે પરંતુ કર્મચારીઓમાં હજી પણ અસંતોષ છે. ગુજરાત સરકાર દ્વારા શરતો મુદ્દે વચન અપાયું છે પરંતુ તેનો અમલ નહી થાય તેવી ભીતિના કારણે તેઓ આંદોલન કરી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે આંદોલનનું બાળમરણ થઇ ચુકયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT