દુખ:દ…જમીનમાં દાટી દીધેલ બાળકીનું સારવાર દરમિયાન મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સાબરકાંઠાના ગાંભોઈમાં બાળકીને જીવતી જમીનમાં દાટી દેવાની ઘટના સામે આવી હતી હતી આ ઘટનામાં પોલીસ બાળકીના મોટા પિતાની ધરપકડ કરી હતી. આ બાળકીનું આજે  સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ બાળકી  સાત મહિનાએ જન્મી હતી.  જમીનમાં માતાએ દાટી દેતા બાળકીને ઇન્ફેક્શન થયું હતું અને બાળકીની સારવાર ચાલી રહી હતી ત્યારે આજે સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું છે.

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર ઘટના સાબરકાંઠામાં ઘટી હતી. ગાંભોઈ ગામના ખેતરમાં અધૂરા માસે જન્મેલ બાળકીને ખેતરમાં જીવતી દાટી દેવામાં આવી હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી.  તેની હાલત પહેલાથી જ નાજુક હતી અને બાળકીને એક જ કિડની હોવાનું પણ ડૉક્ટરની તપાસમાં બહાર આવ્યું હતું. બાળકીને જીવતી જમીનમાં દાટવાનું કૃત્ય કરનારા હેવાન  માતા-પિતા જ હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આરોપી માતા-પિતા સામે હવે હત્યાનો ગુનો પણ લાગશે.

બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી, બાળકીની સ્થિતિ નાજુક હતી અને ડૉક્ટરોના પૂરતા પ્રયાસો છતાં  તેને બચાવી શકાઈ નથી.  9 દિવસથી આ બાળકીની સારવાર કરીને ડૉક્ટરોની ટીમે ખડેપગે રહીને તેનો જીવ બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ આખરે બાળકીએ દમ તોડી દીધો છે. બાળકીને ભારે ઈન્ફેક્શન થયું હતું અને તબિયતમાં સામાન્ય સુધારો આવ્યો હતો પરંતુ અચાનક બાળકીની  તબિયત બગડી  હતી. બાળકીને ત્રણ દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. 24 કલાક બાળકીની સારવાર માટે ડૉક્ટરોની ટીમ દ્વારા ખડેપગે રહેતી હતી પરંતુ બાળકી અંતે જિંદગી સામે જંગ હારી છે.

ADVERTISEMENT

આ રીતે મળી હતી બાળકી
સાબરકાંઠાના ગાંભોઇમાં આવેલા એક ખેતરમાંથી બાળકીના રડવાનો અવાજ આવતા ત્યા કામ કરતા લોકોને  બાળકી મળી આવી હતી. તે બાદ 108ને જાણ કરવામાં આવતા બાળકીને જીવતી બહાર કાઢી હતી. આ બાળકીને  સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

માતા પિતાની કરવામાં આવી હતી ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈમાં નવજાત બાળકીને જમીનમાં જીવતી દાટી દેનારા માતા પિતાની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં પોલીસે માણસા તથા કડીના સરસાઈ ખાતે જઈને મંજુલાબેન અને શૈલેષ નામના બે લોકોની ઝડપી પાડ્યા હતા. આ લોકોની પૂછપરછ કરતા તેમણે સમગ્ર ગુનો કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. પહેલા એક કસુવાવડ અને બાદમાં પણ બીજી વાર કસુવાવડ થતાં અધૂરા માસે જન્મેલી દીકરીની સારવાર પાછળ ખર્ચ ણ કરવો પડે તે માટે તેમણે કૃત્ય કર્યું હતું. પરિવવારની આર્થિક સ્થિતિ નબળી હતી બીજી તરફ દીકરીનો સારવારનો ખર્ચ ઉઠાવી શકે એમ ણ હતા ત્યારે પતિ પત્ની ખેતરમાં પહોંચ્યા હતા ખેતરમાં ખાડો કરી આ દીકરીને દાટી દીધી હતી. જ્યારે પતિ આ ઘટના કોઈ ણ જુવે તેનું ધ્યાન રાખી રહ્યો હતો.  સમગ્ર મામલે પોલીસે હવે આ બંને આરોપીઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT