ગુજરાતમાં ફરી ધૂણતું થયું ડુપ્લિકેટ માર્કશીટનું ભૂત, ફક્ત 2 જ મિનિટમાં મળતી હતી માર્કશીટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય, મહેસાણા: ગુજરાતમાં શિક્ષણને લઈ અનેક સવાલો ઉઠી ચૂક્યા છે. આ દરમિયાન હે ફરી એક વર ગુજરાતમાં ડુપ્લિકેટ માર્કશીટનું ભૂત ધૂણતું થયું છે. મહેસાણામાં નકલી માર્કશીટ બનાવતા 2 શખ્સ સકંજામાં આવ્યા છે. 5000 થી લઈ 25000 રૂપિયા આપતા ફક્ત 2 મિનિટમાં નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.

બેચરાજીમાં અંબિકા ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવવામાં આવતી હતી. જેમાં ધોરણ 10,12 થી લઈને ITI, ડિપ્લોમાની માર્કશીટ તૈયાર મળતી હતી. આ કૌભાંડ ઉત્તર ગુજરાતની વિવિધ કંપનીઓમાં નોકરી મેળવવા માટે ચલાવાતુ હતું. ઝેરોક્ષ સંચાલકો પાસે કોઈ પણ માર્કશીટ માગો માત્ર બે જ મિનિટમાં બનાવી આપતા હતા.

ધોરણ 10, ધોરણ 12, ITI, ડિપ્લોમાં સુધીની માર્કશીટ બનતી 
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનો અને હાલ શંખલપુર ખાતે રહેતો 23 વર્ષીય કુલદીપ કુમાર પરમાર બેચરાજીમાં ડેપો પાસે આવેલા અદિત્ય કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખીને અંબિકા ઝેરોક્સ નામની દુકાન ચલાવતો હતો. કુલદીપ પરમાર પોતાના કોમ્પ્યુટરમાં એક ફોલ્ડરમાં ઓરિજિનલ ધોરણ 10, ધોરણ 12, ITI, ડિપ્લોમાં સુધીની માર્કશીટ રાખતો અને જે વિદ્યાર્થીઓને માર્કશીટ ના હોય તેમને અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનાં નામ ઓરિજિનલ માર્કશીટમાં એડ કરી વેચતો હતો. સમગ્ર કૌભાંડમાં કુલદીપની ઓફિસમાં તપાસ દરમિયાન આઠ વિદ્યાર્થીનાં સર્ટિફિકેટ અને માર્કશીટ મળ્યાં હતાં. દુકાનમાં તપાસ દરમિયાન માર્કશીટ કાઢવા કેન્ટ કંપનીના હાઈ ગ્લોસી ફોટો પેપર નંગ 15 તેમજ કોમ્પ્યુટર સહિતનાં સાધનો મળી કુલ રૂ. 86,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ADVERTISEMENT

બહુચરાજી બસ સ્ટેન્ડ પાસે આવેલ આદિત્ય કોમ્પ્લેક્સમાં અંબિકા ઝેરોક્ષ નામની દુકાનમાં સમગ્ર ડુપ્લીકેટ સર્ટીફીકેટ આવી આપવાનું કૌભાંડ ચાલતું હતું. જેમાં કોમ્પ્યુટર પ્રિન્ટર્સ સ્કેનરનો ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં એડોબ ફોટોશોપ નામના સોફ્ટવેરનો ઉપયોગ કરીને ધોરણ 10, 12, આઈ.ટી.આઈ સુધીના અભ્યાસની ડુપ્લીકેટ સર્ટિફિકેટ માર્કશીટ બનાવીને બે શખ્સો સમગ્ર સ્કેન્ડલ ચલાવતા હોવાનુ પોલીસ રેડ દરમિયાન ખુલ્યું હતું. આઈટીઆઇ ની ડુપ્લીકેટ માર્કશીટોને આધારે મારુતિ અને હોન્ડા કંપનીમાં અનેક વિદ્યાર્થીઓએ નોકરી મેળવી લીધી હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જે આધારે પોલીસે આ બંને કંપનીઓમાં તપાસનો દોર લંબાવ્યો છે. ત્યારે રેડ દરમિયાન ઝેરોક્ષની દુકાનમાંથી મળી આવેલ અલગ અલગ વિદ્યાર્થીઓના નામની માર્કશીટ કબ્જે લેનાર પોલીસે બનાવટી દસ્તાવેજો, કલર પ્રિન્ટર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 86,400 ની કિંમત નો મુદ્દા માલ જપ્ત કર્યો છે.  બોગસ દસ્તાવેજ માટે રૂપિયા 5000 થી માંડીને 25000 રૂપિયા સુધી લેવાતા હતા. ત્યારે ફરી એક વખત ડુપ્લિકેટ માર્કશીટને લઈ તંત્ર દોડતું થયું છે.

પોલીસને ઝેરોક્ષ ની દુકાનમાંથી નવ વ્યક્તિઓની માર્કશીટ તેમજ દસ્તાવેજો મળી આવ્યા  
લાવાની ધ્રુવલ અબીબભાઈ ના નામની ધોરણ 10 ની માર્કશીટ,
કનુભા નટવરશંગ સોલંકીના નામની ધોરણ 10ની બે માર્કશીટ
જિગર રાજેશભાઈ સોલંકી ધોરણ 10 ની માર્કશીટ
અલ્પેશજી ભરતજી ઠાકોર ના નામની ધોરણ 10 ની માર્કશીટ
આસિફ હુસેન અખ્તર હુસેન સિપાહી ના નામની ધોરણ 12 ની માર્કશીટ
અતુલકુમાર મનસુખભાઈ મારું ના નામની ડિપ્લોમા એન્જિનિયરગની ડિપ્લોમા એન્જિનિયરિંગની સેમ વનની સેમ ૧થીસેમ છ સુધીની છ માર્કશીટ
અતુલભાઇ મનસુખભાઈ મારુંના નામનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
આનંદભાઈ ચંદુભાઈ રબારીના નામનું પાટણ રાજપુર આઈ.ટી.આઈ ફીડર ટ્રેડની માર્કશીટ
સર્વોદય હાઇસ્કુલ બેચરાજી લખેલ લિવિંગ સર્ટિફિકેટ

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT