આરતી ટાણે જાહેર થશે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી, નીતિન પટેલ-રૂપાણી કપાશે?
અમદાવાદ : ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે અંતિમ કવાયત હાથ ધરી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન છે. સી.આર પાટીલના…
ADVERTISEMENT
અમદાવાદ : ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે અંતિમ કવાયત હાથ ધરી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન છે. સી.આર પાટીલના સાંસદ આવાસ ખાતે આયોજીત આ બેઠકમાં મોડી રાત્રે મનોમંથન બાદ સાંજે 7 વાગ્યાની આસપાસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થાય તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર થશે
સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની ફેઝ 1ની 89 બેઠકોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધવા જેવી બાબત એ છે કે, ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય તે પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક સી.આર.પાટિલના આવાસ પર થઈ હતી. ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર દેશનાં આઇબીના અધિકારીઓ સાથે પણ અમિત શાહની બેઠક યોજાઇ હતી. જેમાં તેઓ ગુજરાત અંગે પણ વાત કરી શકે તેવી શક્યતા છે.
પીએમ મોદી ઉમેદવારોની યાદી ફાઇનલ કરશે
જો કે સૌથી મહત્વની બાબત છે કે, સાંજે યોજાનારી આ બેઠકમાં પીએમ મોદી પોતે હાજર રહેશે. તેમની બેઠકમાં હાજરી પણ ખુબ જ સુચક છે. પીએમ મોદીની હાજરીથી ગુજરાત ભાજપમાં એક સ્પષ્ટ સંદેશ જશે કે ટિકિટ વહેંચણી પર સીધી જ પીએમ મોદી અને અમિત શાહ નજર રાખી રહ્યા છે. તેમની નજર હેઠળ જ આ યાદી જાહેર થઇ રહી છે. જેથી કેટલાક અસંતોષી નેતા આ સુચક હાજરીથી જ હોબાળો કરવાનું ટાળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT