ભુપેન્દ્ર પટેલ સરકારનું અંતિમ વિધાનસભા સત્ર, ભારે હોબાળા વચ્ચે આ કાર્યવાહી થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : આવતી કાલથી ગુજરાતની વિધાનસભાનું 11 મું સત્ર આયોજીત થશે. અત્રે નોંધનીય છેકે, સાંપ્રત સરકારનું આ છેલ્લું વિધાનસભા સત્ર હશે. ત્યાર બાદ ચૂંટણી યોજાશે અને પછી જે પક્ષ સરકાર બનાવશે ત્યારે નવી સરકાર નવા વિધાનસત્ર બોલાવશે. જો કે આ માત્ર બે દિવસીય સત્ર ભારે તોફાની રહેશે. વિપક્ષ મોંઘવારી મુદ્દે, હાલમાં ગુજરાતમાં ચાલી રહેલા આંદોલનો સહિત અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. વિપક્ષ દ્વારા અગાઉ સત્ર લંબાવવા માટે પણ અપીલ કરવામાં આવી ચુકી છે.

સત્ર નહી લંબાવાતા વિપક્ષ ધુંવાપુંવા
જો કે રજુઆત અનુસાર સત્ર નહી લંબાવાતા વિપક્ષ ધુંવાપુંવા છે. હાલ ગુજરાતમાં આંદોલનનોની પુરબહાર મોસમ ખીલી છે. ગાંધીનગરના તો ચોરેને ચૌટે આંદોલનો ચાલી રહ્યા છે. સરકાર દ્વારા રચાયેલી પાંચ મંત્રીઓને કમિટી પણ નિષ્ફળ સાબિત થઇ છે અને આંદોલનો સમેટી શકી નથી. સરકાર વચનો આપી રહી છે પરંતુ અગાઉના કડવા અનુભવોના કારણે હવે કોઇને સરકારના વચનો પર વિશ્વાસ રહ્યો નથી. જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી આંદોલનો યથાવત્ત રાખવાના હુંકાર સાથે તમામ સંગઠનો આંદોલનો ચલાવી રહ્યા છે.

ગુજરાતમાં ચાલતા આંદોલનો, મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસ આક્રમક
વિપક્ષમાં રહેલી કોંગ્રેસ અને તેના ધારાસભ્ય દ્વારા આ મુદ્દે ઉગ્ર રજુઆતો અને સદનમાં હોબાળો કરવામાં આવે તવી શક્યતા છે. આ ઉપરાંત વિપક્ષ બેનરો સાથે સદનમાં દેખાવ કરી શકે છે અને જો સદનમાં ઉગ્રતા મુદ્દે કાર્યવાહી થાય તો સદનની બહાર દેખાવો અને પ્રદર્શન કરે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

જો કે સરકાર દ્વારા બહાર પડાયેલા સત્રના કાર્યક્રમ અનુસાર કુલ 7 સુધારા વિધેયક રજુ કરવામાં આવશે. જે પૈકી પ્રથમ દિવસે 4 અને બીજી બેઠકમાં 3 સુધારા વિધેયક રજુ કરાશે.

– ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક, 2022
– ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વિધેયક 2022
– ગુજરાત વિનિયોગ અધિનિયમ (રદ્દ કરવા બાબત) 2022
– ઢોર નિયંત્રણ અને સુધારા વિધેયક, 2022
– ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) સુધારા વિધેયક 2022
– ગુજરાત માલ અને સેવા કર સુધારા વિધેયક, 2022

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT