Gujarat સરકારનું આખુ મંત્રીમંડળ પાસ, 1 મંત્રીને બાદ કરતા તમામ સારા મતથી મળ્યા
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના ચોંકાવનારા પરિણામો આવ્યા છે. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ભાજપે ક્યારે પણ ન મેળવી હોય તેવી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે.…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના ચોંકાવનારા પરિણામો આવ્યા છે. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ભાજપે ક્યારે પણ ન મેળવી હોય તેવી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. ખામ થીયરી હેઠળ કોંગ્રેસ અને માધવસિંહે 149 સીટો પ્રાપ્ત કરી હતી જે રેકોર્ડ હતો તે આજે ભાજપે તોડી નાખ્યો હતો. ગુજરાત રેકોર્ડબ્રેક સીટ જીતીને ભવ્ય સરકાર બનાવવા તરફ આગળ વધી હતી.
ઓગસ્ટ 2021 માં વિજય રૂપાણીનું રાજીનામું લઇ લેવાયું અને ત્યાર બાદ અનેક હલચલ વચ્ચે પ્રથમ વખતના ધારાસભ્ય અને ખુબ જ સાલસ ગણાતા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા હતા. ભુપેન્દ્ર પટેલને જ ચહેરો બનાવીને ભાજપ દ્વારા ચૂંટણી મેદાને ઉતરી હતી. નરેન્દ્ર મોદીએ ભુપેન્દ્ર પટેલ મારા પણ રેકોર્ડ તોડે તે પ્રકારે મતદાન કરવા માટે નાગરિકોને અપીલ કરી હતી. નાગરિકોએ તમામ રેકોર્ડ તુટી જાય તે પ્રકારે ભાજપ અને ભુપેન્દ્ર પટેલને જીત અપાવી હતી. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં રહેતા તમામ મંત્રીઓને જીત અપાવી હતી.
ભાજપની સરકારમાં સીએમ ભુપેન્દ્ર પટેલ(ઘાટલોડીયા) રેકોર્ડ માર્જિન સાથે જીત પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ), ઋષીકેશ પટેલ (વિસનગર), પુર્ણેશ મોદી (સુરત વેસ્ટ), રાઘવજી પટેલ (જામનગર રૂરલ), કનુ દેસાઇ (પારડી), કિરીટસિંહ રાણા (લીંબડી), નરેશ પટેલ (ગણદેવી), અર્જૂન ચૌહાણ (મહેમદાબાદ), હર્ષ સંઘવી (મજુરા), જગદીશ પંટાલ (નિકોલ), જીતુભાઇ ચૌધરી (કપરાડા), મનીષા વકીલ (વડોદરા સિટી), મુકેશ પટેલ (ઓલપાડ), નિમિષા સુથાર (મોરવા હડફ), કુબેર ડિંડોર (સંતરામપુર), ગજેન્દ્રસિંહ પરમાર (પ્રાંતિજ), વિનુ મોરડીયા (કતારગામ), દેવાભાઇ માલમ (કેશોદ)એ જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે મંત્રી મંડળમાંથી એક માત્ર સભ્ય કીર્તિસિંહ વાઘેલા(કાંકરેજ) નો પરાજય થયો હતો.
ADVERTISEMENT
ભુપેન્દ્રપટેલ સહિત સરકારમાં 25 કુલ મંત્રી હતા. જો કે તે પૈકી પાંચ મંત્રીની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, અરવિંદ રૈયાણી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા અને મહુવા(ભાવનગર) ના ધારાસભ્ય આર.સી મકવાણાની ટિકિટ કાપી હતી. 20 મંત્રીઓને ટિકિટ અપાઇહ તી. તે પૈકી 19 પાસ થઇ ગયા હતા.
ADVERTISEMENT