વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પોતાની જ સરકાર- અધિકારીઓના ભ્રષ્ટાચારથી પરેશાન, કર્યા ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

MLA Jetha Bharwad case
MLA Jetha Bharwad case
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં અધિકારીઓની દાદાગીરી એટલી હદે વધી ગઇ છે કે હવે ધારાસભ્યોને પણ ગાંઠતા નથી. ધારાસભ્યોને તેમના ભાગનો નાનકડો ટુકડો ફેંકી દઇને અધિકારીઓ કરોડો રૂપિયા ગોટાળા કરી નાખે છે. ધારાસભ્ય પોતાનો નાનકડો ટુકડો પાંચ વર્ષ સુધી ચાવ્યા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે અધિકારીની ફરિયાદ મુખ્યમંત્રીને કરી છે. જેઠા ભરવાડે નલ સે જલ યોજના હેઠળ થયેલા કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

ગોધરામાં નલ સે જલ યોજનામાં ગંભીર આક્ષેપ
આ અંગે જેઠા ભરવાડે કહ્યું કે, ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા શહેરા વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત ગામ કરવામાં આવ્યું હતું. જો કે તેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે પ્રાઇવેટ ઇજનેર રાખીને તપાસ કરવામાં આવતા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં ધારાસભ્ય દ્વારા જ કરવામાં આવ્યો છે. જો કે આ અંગે ધારાસભ્ય દ્વારા અનેક પત્રો લખવા છતા કોઇ કાર્યવાહી નહી થતા આખરે તેમણે મીડિયામાં આવીને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો.

સરકાર આ અંગે કંઇ પણ બોલવા તૈયાર નથી
જેઠા ભરવાડે પત્રમાં વિજિલન્સ તપાસની માંગ પણ કરી હતી. જો કે સરકાર આ મુદ્દે કંઇ પણ બોલવા માટે તૈયાર નથી. આ અંગે જેઠા ભરવાડે સંબંધિત અધિકારીઓ, કલેક્ટર, ગુ.પા.પુ.ગવ્ય બોર્ડના કાર્યપાલક ઇજનેર એમ.એમ મેવાડા સહિત અનેક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જો કે આ અંગે મુખ્યમંત્રી પણ કંઇ પણ કરવા સમર્થ ન હોય તેવુ લાગી રહ્યું નથી. ગુજરાતમાં અધિકારીઓનો ભ્રષ્ટાચાર અને જોહુકમી એટલી હદ લેલવે ફેલાઇ ચુકી છે કે ધારાસભ્યો કે સાંસદો સુધી પણ કંઇ પણ પ્રકારનો કાબુ હવે રહ્યો નથી. અધિકારીઓ તેમને ભ્રષ્ટાચારની પોતાની ભાગ બટાઇમાંથી એક નાનકડો ટુકડો ફેંકી દે છે જે ધારાસભ્યો બેઠા બેઠા ચાવ્યા કરે છે. ધારાસભ્યોનાં કામ નથી થઇ રહ્યા કે સાંભળી પણ નથી રહ્યા જેનો અર્થ થાય છે કે, સામાન્ય નાગરિકોના તો કોઇ પણ કામ થતા જ નથી. તેમને માત્ર ધક્કા ખાવા જ જન્મ થયો હોય તેવું લાગી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT