પોતાના પ્રેમી સાથે માતા જોઇ જતા પુત્રીએ માતાની હત્યા કરી નાખી પછી તેની સાથે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : મુમ્બ્રામાં એકવાર ફરીથી હત્યાની ઘટનાથી ભારે સનસની ફેલાઇ ગઇ છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પુત્રી અને તેના બોયફ્રેંડે મળીને માતાની હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બોયફ્રેંડ કે પતિ દ્વારા પોતાની ગર્લફ્રેંડ કે પત્નીની હત્યા કરીને તેનો ક્રુર નિકાલના અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચુક્યા છે. જો કે હવે આ અલગ જ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે.

કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રા માટે શરૂ કરી તૈયારી, પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

મુંમ્બ્રાના આંબેડકર નગરમાં સબા મેંહદીની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
મુમ્બ્રાના આંબેડકરનગરના ફાતિમા હાઇટ્સની આ ઘટના છે. જ્યાં ચોથે માળે રહેતી સબા મેંહદી હાશમીની હત્યા થઇ હોવાની માહિતી પોલીસને મળી હતી. સબાના નજીકના એક સંબંધીએ સબાને વારંવાર ફોન કર્યો તો ફોન સતત બંધ આવી રહ્યો હતો. ત્યાર બાદ સબાની પુત્રી સનાને ફોન કરવામાં આવ્યા. તેનો પણ ફોન બંધ હતો. ત્યાર બાદ તે સંબંધીઓએ ઘરે જઇને જોયું તો દરવાજા પર તાળુ મારેલું હતું. તાળુ તોડીને જોયું તો અંદર શબાની લાશ પડેલી હતી.

BJ મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા ત્રણેય વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ

પ્રેમીને મળતી પુત્રીને માતાએ અનેકવાર ઇન્કાર કર્યો
ત્યાર બાદ આ ઘટનાની માહિતી મુંબ્રા પોલીસને આપવામાં આવી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સબાની પુત્રી સનાનું લાંબા સમયથી કોઇ યુવક સાથે અફેર ચાલી રહ્યું હતું. જો કે સબા પોતાની પુત્રી તેના બોયફ્રેંડ સાથે ફરે તે પસંદ નહોતું. જેથી બંન્ને વચ્ચે અવાર નવાર રકઝક થયા કરતી હતી. જેથી કંટાળીને આખરે પુત્રીએ પોતાના બોયફ્રેંડ સાથે મળીને માતાનું કાસળ કાઢી નાખ્યું હતું. સબાના શરીર પર અનેક જગ્યાએ ઘાના નિશાન છે. હાલ તો સબાની પુત્રી અને તેનો બોયફ્રેંડ ફરાર છે. પોલીસ દ્વારા પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતી તથા તેના બોયફ્રેંડને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. (તસવીર પ્રતિકાત્મક)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT