સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની તારીખ થઈ ફાઇનલ, વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લુ મુકાશે
સુરત: ગુજરાતનું સુરત શહેર દુનિયાભરમાં ડાયમંડ સિટીના નામે પ્રખ્યાત છે અને હવે વધુ એક ખાસિયતથી તેનું મહત્વ ઘણુ વધી જશે. સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર થઈ…
ADVERTISEMENT
સુરત: ગુજરાતનું સુરત શહેર દુનિયાભરમાં ડાયમંડ સિટીના નામે પ્રખ્યાત છે અને હવે વધુ એક ખાસિયતથી તેનું મહત્વ ઘણુ વધી જશે. સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર થઈ ચૂક્યું છે. સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. વિશ્વનું સૌથી મોટું હીરા બજાર 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખૂલ્લું મૂકાશે
સહકારી ધોરણે રૂ.3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન,કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. લાખાણીએ જણાવ્યું હતું કે ગઇ તા.2 ઓગસ્ટે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પ્રયાસોથી ડાયમંડ બુર્સનું ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરું મળ્યું હતું. ત્યારે 17 અને 24 ડિસેમ્બર એમ બે પૈકી એક તારીખ ઉદઘાટન માટે નિશ્ચિત કરવાની હતી. એ પછી સુરત ડાયમંડ બુર્સની મળેલી કમિટી મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17 મી ડિસેમ્બર 2023ના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
અનેક ઉદ્યોગપતિઓ રહેશે હાજર
વલ્લભભાઇ લાખાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઉદઘાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિઓ સહિત અનેક લોકોને ખાસ આમંત્રિત કરીને સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે. ઉદઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે હાલ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ ચુકી છે.
ADVERTISEMENT
ડાયમંડ બુર્સમાં ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત ડાયમંડ બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, ડાયમંડ ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ, ઓફિસ સ્ટેશનરી વગેરેની સુવિધાઓ પણ ઉદઘાટન પહેલા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT
ADVERTISEMENT