ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહની હાલત કફોડી, પજવણીનો વધુ એક વિડીયો વાયરલ
અમરેલી: એક તરફ સિંહોને ગુજરાતનું ગૌરવ ગણવામાં આવી રહ્યું છે. બીજી તરફ સિંહોની અવાર નવાર પજવણી કરવામાં આવતી હોવાના વિડીયો અને ફોટા વાયરલ થતા હોઈ…
ADVERTISEMENT
અમરેલી: એક તરફ સિંહોને ગુજરાતનું ગૌરવ ગણવામાં આવી રહ્યું છે. બીજી તરફ સિંહોની અવાર નવાર પજવણી કરવામાં આવતી હોવાના વિડીયો અને ફોટા વાયરલ થતા હોઈ છે. સરકાર દ્વારા અનેક કાયદા ઘડવામાં આવ્યા છે. વનકર્મીઓને પણ સુરક્ષા માટે રાખવામાં આવ્યા છતાં સિંહોની પજવણીની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે સિંહોનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં વધુ એક સિંહની પજવણીણો વિડીયો સામે આવ્યો છે તેવું અનુમાન છે.
એક તરફ સરકાર સિંહોનો સુરક્ષાની મોટી મોટી વાતો કરી રહી છે. બીજી તરફ ગીરમાં સિંહોની હાલત અનેક વખત કુતરા જેવી કરનારાઓ બેફામ ફરી રહ્યા છે. જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય અને વનતંત્રને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ સિંહોની પજવણી કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ડાલામથ્થા સિંહની પાછળ બાઇક દોડાવી પજવણી કરવામાં આવી છે. સિંહને શ્વાનની માફક ઉભા રોડ પર દોડાવવામાં આવ્યો છે. જોકે ગુજરાત તક આ વિડીયોની પુષ્ટિ નથી કરતું.
સિંહની પજવણી કયારે અટકશે ?
ટીખળખોરોએ બાઇક દોડાવતા ડાલામથ્થા સિંહે ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું, જુઓ Viral Video
(નોંધ: સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયો અમરેલી જિલ્લાનો હોવાનું અનુમાન. ગુજરાત તક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.)#Lion #LionVideo #Gujarattak pic.twitter.com/4bEuysxarQ
— Gujarat Tak (@GujaratTak) April 7, 2023
ADVERTISEMENT
આ પણ વાંચો: રીક્ષામાં બેસતાં પહેલા ચેતજો, અજીબ રીતે ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી
ટીખળી ખોર તત્વો દ્વારા બાઈક દોડાવતા સિંહ ઊભી પૂંછડીએ રોડ પર ભાગ્યો છે. ત્યારે શ્વાન કરતા બદતર હાલત કરતા પજવણી ખોરો સામે સિંહપ્રેમી ઓમાં ભારે નારાજગી સામે આવી છે. વિડીયો સંભવિત અમરેલી જિલ્લાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે ધોળા દિવસે થયેલી પજવણીને લઈ વનતંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે છે કે પછી હતી તે જ હાલત રહેશે?
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )
ADVERTISEMENT