BHUJ માં તળાઇ ભરાયું તેની ખુશીમાં કલેક્ટરે એક દિવસની રજા જાહેર કરી
ભુજ : જિલ્લાનું હ્રદયસ્થ હમીસર તળાવ ઓવરફલો થતા સમગ્ર કચ્છમાં ખુશીનો માહોલ છવાયો હતો. આવતીકાલે નગરપાલિકા પ્રમુખ શાસ્ત્રોક્ત વિધિ સાથે તળાવને વધાવશે. આ ઉપરાંત દાયકાઓથી…
ADVERTISEMENT
ભુજ : જિલ્લાનું હ્રદયસ્થ હમીસર તળાવ ઓવરફલો થતા સમગ્ર કચ્છમાં ખુશીનો માહોલ છવાયો હતો. આવતીકાલે નગરપાલિકા પ્રમુખ શાસ્ત્રોક્ત વિધિ સાથે તળાવને વધાવશે. આ ઉપરાંત દાયકાઓથી ચાલી આવતી પરંપરા અનુસાર ભુજ શહેરમાં જાહેર રજા જાહેર કરવામાં આવી હતી. સમગ્ર કચ્છના લોકોનું માનીતું અને ભુજ શહેરનું હૃદય સમુ હમીસર તળાવ એક વર્ષના અંતરાલ બાદ ફરી વાર ઓવરફ્લો થતા જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે.
રાજાશાહી વખતથી જ હમીરસ તળાવનું અનોખું મહાત્મય
રાજાશાહી વખતનું ઐતિહાસિક હમીસર તળાવ છલોછલ ભરાઇ ગયું છે. પહેલાથી જ ઐતિહાસિક અને કચ્છના હૃદયમાં સ્થાન ધરાવતું હમીરસ તળાવ ભરાતા કચ્છના લોકોમાં ખુશીનો માહોલ છે. શહેરીજનોના હૈયા પણ ઉમળકાભેર ઝૂમી ઉઠ્યા છે. શહેરમાં છેલ્લા 12 કલાક દરમ્યાન પડેલા ચાર ઇંચ જેટલાં વરસાદના પગલે તાલુકાનો કુલ વરસાદ 1198 મિમીએ પહોંચ્યો છે. તેની સાથેજ હમીરસર તળાવમાં પણ સતત પાણીની આવક ચાલુ રહેતા કચ્છીમાડુના આનંદનો અવસર પણ પહોંચી આવ્યો છે.
આવતી કાલે સુધરાઇ પ્રમુખ દ્વારા વધામણા કરવામાં આવશે
તળાવને આવતીકાલે સુધારાઈ પ્રમુખના હસ્તે ધાર્મિકવિધિ દ્વારા વધાવવામાં આવશે. આ વેળાએ શહેરના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ, તથા શહેરીજનો ઉપસ્થિત રહેશે. હમીરસર ઓવરફ્લો બાદ મોટી સંખ્યમાં લોકો તળાવની પાળે ઉમટી પડ્યાં છે. લોકો માટે ભરેલું હમીરસ તળાવ એટલે એક આશ્ચર્યની બાબત છે.
ADVERTISEMENT
કચ્છી માટે હમીરસ તળાવનું અનોખું મહાત્મય
કચ્છના આગેવાનો અનુસાર હમીરસર તળાવ એ ન માત્ર ભુજ પરંતુ સમગ્ર કચ્છના લોકોની લાગણીનું કેન્દ્ર છે. અનેક રીતે લોકોની ભાવના સાથે જીડાયેલું છે. ઐતિહાસિક તળાવના ઓવરફ્લોથી શહેરીજનોમાં ખુશી જોવા મળે તે સ્વાભાવિક છે. દરમ્યાન તળાવ ઓવરફ્લો થાય ત્યારે કલેકટર દ્વારા ભુજમાં એક દિવસની જાહેર રજા આપવામાં આવે છે. આ પરંપરા આ વર્ષે પણ યથાવત્ત જ રહેશે અને જાહેરાત કરવામાં આવશે.
ADVERTISEMENT