ચૂંટણી પહેલા ગુજરાતને વધુ એક ભેટ, ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા કેન્દ્ર સરકારની લીલી ઝંડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યની જનતાને વિકાસના કામોની ભેટ મળી રહી છે.  કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે. ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે  GIDC દ્વારા જગ્યા આઈડેંટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી દ્વારા પ્રપોસલ ચકાસ્યા બાદ ગુજરાત રાજ્યનાં ભરુચ જીલ્લાનાં જંબુસર તાલુકા ખાતે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

1000 કરોડની મળશે સહાય 
ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ. 1000  કરોડ ની સહાય આપવામાં આવશે.  જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે. આ પાર્ક થકી રાજ્યના બલ્ક ડ્રગ ઉદ્યોગ અને મેડિકલ ઉદ્યોગને ખુબ જ ફાયદો થશે.નવી રોજગારી ઉત્પન્ન થશે.

ADVERTISEMENT

વડાપ્રધાન મોદીનો મુખ્યમંત્રીએ માન્યો આભાર
ગુજરાતને ડ્રગ પાર્કની ભેટ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું કે, ભારત સરકારના કેમીકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા મેડિકલ ડિવાઇસીસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમા યોજનાઓનો લાભ લઇ ગુજરાતમાં પણ આ પ્રકારના પાર્ક બનાવીને ગુજરાતના ફાર્મા ઉદ્યોગના ઝડપથી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ સાથે ટ્વિટ કરી આભાર વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT