મોટા ઉપાડે શરૂ કરેલી 26 યોજના પર બુલડોઝર ફેરવ્યું, સરકારે કરી બંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતની જનતા માટે સરકાર વિવિધ યોજના તૈયાર કરે છે. પરંતુ અમુક યોજના ફક્ત કાગળ પર જ રહી જાય છે. વિવિધ યોજના માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં અવતી  હોય છે. પરંતુ આ યોજના ફક્ત કાગળ પર રહેતા સરકારે એક સાથે 26 જેટલી યોજના પર બુલડોઝર ફેરવી દીધું છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં શરૂ કરવામાં આવેલી યોજના વિવિધ કુલ 26 યોજના પર આજે ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે અલીગઢી તાળું મારી દીધું છે. બંધ કરવામાં આવેલી મોટાભાગની યોજના રાજ્યના ખેડૂતને લગતી હતી.

બંધ કરવામાં આવેલી મોટાભાગની યોજના ફક્ત કાગળ પર જ રહેટી હોવાથી સરકારે યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકએ બજેટમાં આ યોજના માટે જોગવાઈ કરવામાં આવતી હતું પરતું ફક્ત કાગળ પર જ યોજનાઓ રહેતા સરકારે બંધ કરી છે.

ADVERTISEMENT

આ યોજનાઓ કરવામાં આવી બંધ 

  • સરલ કૃષિ યોજના
  • પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન
  • બારડોલી ખાતર ચકાસણી પ્રયોગશાળા
  • રાજયના ખેડૂતોને શહેરી વિસ્તારમાં ફળો અને શાકભાજીના સીધા વેચાણ માટેની કાયમી સુવિધા આપવાની યોજના
  • સઘન કૃષિ જિલ્લા કાર્યક્રમ (ધાસચારા વિકાસ કાર્યક્રમ)
  • આંતરપાક તરીકે કઠોળ પાકના નિદર્શન
  • ચોખા પાકમાં SRI પધ્ધતિના નિદર્શન
  • સૂર્યપ્રકાશ (ઉર્જા) જંતુ ટ્રેપ ખેતરમાં સ્થાપવા
  • આંતરપાક તરીકે તેલિબિયા પાકના નિદર્શન
  • કૃત્રિમ વરસાદ
  • ઓટોમેટિક વેધર સ્ટેશન
  • સ્થાનવર્તી જીવાત નિયંત્રણ
  • ડાંગ જિલ્લો ૧૦૦% સેન્દ્રિય ખેતી હેઠળ
  • ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના
  • ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના-TASP
  • ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના-SCSP
  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન
  • નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (NMSA) SHM- કેન્દ્ર હિસ્સો-નોર્મલ
  • નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (NMSA) SHM-રાજ્ય હિસ્સો-નોર્મલ
  • રાજ્યના સિમાંત ખેડૂતોને અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવાની યોજના
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-નોર્મલ
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-એસસીએસપી
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-ટીએએસપી
  • ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પાકોમાં ઇયળોનો ઉપદ્રવ ઘટાડવા ફેરોમેન ટ્રેપ અને દેશી ખાતરનું ડિકમ્પોઝીશન કરવા માટે વેસ્ટ ડિકમ્પોઝર તૈયાર કરવા માટે યોજના
  • એજીઆર-૫૨ ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સીને સંગીન બનાવવી
  • સમાયોજિત બિયારણ એકમની સ્થાપના. (સીડ વેલી ફેડરેશન)

    follow whatsapp

    ADVERTISEMENT