પોતાની સાળી પર જ નજર બગાડતો જીજાજી, પરિણીતાએ લીધો આકરો નિર્ણય
અમદવાદ: રાજ્યમાં ઘરેલુ હિંસામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. પરિણીતાએ પતિ સહિત સસરા અને ભુવાજીના ત્રાસથી…
ADVERTISEMENT
અમદવાદ: રાજ્યમાં ઘરેલુ હિંસામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. પરિણીતાએ પતિ સહિત સસરા અને ભુવાજીના ત્રાસથી કંટાળી અને પોલીસનો સહારો લીધો છે. તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદની યુવતીના લગ્ન વડોદરામાં વર્ષ 2013માં થયા હતા. ત્યારે વર્ષ 2016માં મહિલાના પતિએ મકાનની લીધેલી લોનના હપ્તા ભરવા માટે પરિણીતાને પોતાના પિતા પાસેથી રૂપિયા લઈ આવવાનું કહી બોલાચાલી ઝઘડો કર્યો હતો. બાદમાં ટ્યુશન ક્લાસિસ ચલાવી રૂપિયા લાવવા દબાણ કરવા લાગ્યા હતા. આ સાથે જ લગ્ન બાદ આ મહિલાનો પતિ તેને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. સાળીને અડપલા કરી તેની સાથે અશોભનીય હરકતો કરતો હતો.
ભુવાજીએ માર્યા લાફા
બાળક ન રહેવા બાબતે મહેણા મારી ઘરમાં તારી કોઈ જરૂર નથી, તેમ કહી પતિએ મરી જવા માટે સુસાઇડ નોટ લખવાનું કહ્યું હતું. મહિલાના સાસરિયાઓ મહિલાને કહ્યું હતું કે, તારું મગજ બરાબર ચાલતું નથી, તેમ કહી એક ભુવાજી પાસે લઈ ગયા હતા. જે ભુવાજીએ મહિલાને ગાલ ઉપર લાફા માર્યા હતા. અવારનવાર તેનો પતિ ભુવાજી પાસે લઈ જતો હતો અને જો મહિલા મનાઈ કરે તો હું ખાવા પીવાનું બંધ કરી દઈશ, તેવી ધમકી આપતો હતો. જ્યારે જ્યારે મહિલા ભુવાજી પાસે જાય ત્યારે ભુવાજી તેને લાફા મારતો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ યુવતીએ સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT