લગ્નના માંડવે દુલ્હનનું હાર્ટ એટેકથી થયું મૃત્યુ, જાન પાછી ન જાય તે માટે પરિવારે કર્યું કઈક આવું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: ભાવનગરમાં જે ઘરે આજે એક સાથે બે બે દીકરીના અને એક દીકરાના એક સાથે લગ્ન હતા. આ દરમિયાન ઘરમાં ખુશીથી લગ્નના ગીતો સંગીતના સૂરો સાથે ગવાઇ રહ્યાં હતા.  ત્યારે  એક દુલ્હનનું હાર્ટ એટેકથી એકાએક મોત થતા સૌ કોઇ શોક સાથે સ્તબ્ધ થઇ ગયા હતા. ત્યારે જાન પાછી ન જાય તે માટે મૃતકની નાની બહેનના એકાએક લગ્ન કરવાનાનો પરિવારે નિર્ણય લીધો.

સુભાષનગર વિસ્તારમાં રાઠોડ પરિવારની 2 દીકરીઓના લગ્ન હતા. લગ્નની જાન પણ આવી ગઈ હતી. આ દરમિયાન અચાનક જ બે પૈકી એક દીકરીનું હાર્ટએેટેકથી મૃત્યુ થતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. જોકે, આ ગમગીન માહોલમાં પણ માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી પરિવારે મૃતકની નાની બહેનને પરણાવી હતી. એટલે કે વરરાજાની જે સાળી થવાની હતી, તેને પરણેતર થવાનો યોગ સર્જાયો હતો.

કાલે મૃતકના ભાઈના પણ લગ્ન
ભાવનગરમાં અત્યંત ગમગીન માહોલમાં પણ દીકરીના પરિવારે સ્વસ્થતા જાળવીને માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી મૃતકની નાની બહેનને પરણાવી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. આ કરૂણ ઘટનાથી ઘરે માતમનો માહોલ તો બીજી તરફ આવતી કાલે આ જ પરિવારના પુત્રની જાન જવાની છે. આ ઘટનામાં નારીથી આવેલી જાનના વરરાજાની જે સાળી થવાની હતી તેને પરણેતર થવાના યોગ સર્જાયો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: પત્નીને એકલી હૉટલમાં મુકીને પતિ મોબાઈલ અને ડોક્યુમેન્ટ સાથે થયો ફરાર, પછી થઈ જોવા જેવી..!

લગ્નમાં મરશિયા ગાવાની સ્થિતિ
આજે ભાવનગર ખાતે સુભાષનગર વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડની એક સાથે બે દીકરીના લગ્ન હોય ભારે ઉત્સાહભર્યો માહોલ હતો અને લગ્નગીતોથી વાતાવરણ ગુંજતું હતુ. એક દીકરી હેતલના લગ્નની જાન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલની આવી હતી. પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા અને બેભાન થયા બાદ 108માં સારવાર માટે લઇ જવાઇ પણ તબીબે જણાવ્યું હતુ કે આ દીકરીનું એકાએક એટક આવતા નિધન થયું હતુ. જેથી જ્યાં લગ્નની શરણાઇઓ ગુંજતી હતી. ત્યાં મરશીયા ગાવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT