બ્રાઝિલિયન વૃદ્ધ મહિલા ગેલેરીમાં ફસાયા અને નડિયાદ ફાયર દોડતી થઇ
હેતાલી શાહ/નડિયાદ : શહેરમાં 64 વર્ષીય બ્રાઝિલિયન વૃદ્ધ મહિલા પોતાના ઘરની બાલકની માં લોક થઈ જતા વૃદ્ધ મહિલા નાસીપાસ થતા આસપાસના રહીશો મદદે પહોંચી ફાયર…
ADVERTISEMENT
હેતાલી શાહ/નડિયાદ : શહેરમાં 64 વર્ષીય બ્રાઝિલિયન વૃદ્ધ મહિલા પોતાના ઘરની બાલકની માં લોક થઈ જતા વૃદ્ધ મહિલા નાસીપાસ થતા આસપાસના રહીશો મદદે પહોંચી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ તુરંત ઘટના સ્થળે પહોંચી વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું. મહિલા બ્રાઝિલિયન હોવાને કારણે ઇંગલિશ હિન્દી કે ગુજરાતી બોલી શકતી ન હતી સમજી શકતી ન હતી. જેથી તે ગભરાઈ ગઈ હતી અને બૂમાબૂમ કરવા માંડી હતી. જોકે તેને ગણતરીના સમયમાં જ બહાર લાવવામાં આવતા મહિલાને હાશકારો થયો હતો.
ઉતરસંડા રોડ પર વૈભવી ફ્લેટની બાલ્કનીમાં મહિલા ફસાઇ
મળતી માહિતી અનુસાર, ઉત્તરસંડા રોડ પર આવેલ નેક્સેસ ચાર એપાર્ટમેન્ટના એ બ્લોકમાં 64 વર્ષીય વૃદ્ધ મહિલા માર્યા એલિઝાબેથ તેમની દીકરી સાથે રહે છે. તેમની દીકરી આયુર્વેદિક કોલેજમાં પ્રોફેસર છે. પરંતુ તેમની દીકરી બહાર ગઈ હતી અને ઘરે તેઓ એકલા હતા. દરમિયાન તેઓ પોતાના ફ્લેટના બાલકનીમાં ગયા હતા. પરંતુ બાલ્કની નો સ્લાઈડીંગ ડોર એકાએક લોક થઈ ગયો હતો. જેને લઈને વૃદ્ધ મહિલા બાલકનીમાં ફસાઈ હતી. મહિલાએ ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ સ્લાઈડીંગ ડોર ન ખુલતા ગભરાઇને બૂમાબૂમ કરવા માંડી હતી.
બ્રાઝિલિયન હોવાના કારણે હિન્દી,અંગ્રેજી અને ગુજરાતી સમજતા જ નહોતા
વૃદ્ધ મહિલા બ્રાઝિલિયન હોવાને કારણે ન તો તે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી સમજી શકતી હતી કે ન તો બોલી શકતી હતી. જેના કારણે તે કાંઈ જ સમજી નહોતી શકતી. પરંતુ આસપાસના રહીશોએ આ મહિલાને ફસાયેલી જોતા તાત્કાલિક તેઓ તેમના ઘર પાસે આવી ગયા અને નડિયાદ ફાયર બ્રિગેડને આ ઘટના અંગેની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ગણતરીના જ સમયમાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને મહિલાને રેસ્ક્યુ કર્યું ત્યારબાદ મહિલાએ હાશકારો અનુભવ્યો હતો.
ADVERTISEMENT
મહિલાએ બુમાબુમ કરત પાડોશીએ ફાયરબ્રિગેડને જાણ કરી
આ અંગે પાડોશીએ જણાવ્યું કે,” મહિલાએ બુમાબુમ કરતા પાડોશીએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફ્લેટના તમામ રહીશો ભેગા થઈ ગયા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. દસ જ મિનિટમાં ફાયર બ્રિગેડ ટાઈમે આવી રેસ્ક્યું શરુ કર્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે કિચનનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશી સ્લાઇડરનો દરવાજો ઓપન કરીને તેમને સહી સલામત બહાર કાઢ્યા હતા. આ વૃદ્ધ મહિલાની દીકરી આયુર્વેદિક કોલેજમાં પ્રોફેસર છે, તેઓ કોઈ કારણોસર બ્રાઝિલ ગયા છે અને આ મહિલા અહીંયા એકલા જ હતા. જોકે હવે આ વૃદ્ધ મહિલા સુરક્ષીત છે.”
મહિલા ફસાતા આસપાસના લોકોની મદદ માંગી રહ્યા હતા
મહત્વનું છે કે વૃદ્ધ મહિલા બ્રાઝિલિયન નાગરિક હોવાને કારણે હિન્દી ગુજરાતી ઇંગ્લિશ બોલી શકતી ન હતી અને તેઓ ફસાઈ ગયા હોવાથી ગભરાઈ ગયા હતા અને ઘરમાં એકાએક લોકોના પ્રવેશથી પણ તેઓ ગભરાઈ જતા નર્વસ થઈ ગયા હતા. જો કે તેમને સમજાવવામાં આવતા અને તેમને બહાર લાવવામાં આવતા તો એ હાશકારો અનુભવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT