અંબાજીમાં સૌથી મોટી ધજા આવી પહોંચી, આખો ચાચર ચોક ભરાઇ ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજી : હાલ ભાદરવી પુનમના કારણે મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યાં છે. રોજનાં સરેરાશ 3થી સાડા ત્રણ લાખ લોકો મંદિરમાં દર્શન કરે છે. ભક્તો ખુલ્લા હાથે દાન પણ કરી રહ્યા છે. અંબાજી મંદિરની આવકમાં પણ વધારો થયો છે. ભક્તો પોતાની આસ્થા અનુસાર મંદિરે દર્શન કરવા માટે તો આવે જ છે સાથે સાથે પોતાની આસ્થા વ્યક્ત કરવા દાન ઉપરાંત ધજા પણ ચડાવતા હોય છે.

1252 ગજની ધજાથી આખો ચાચરચોક ભરાઇ ગયો
જો કે છેલ્લા 22 વર્ષોથી અમદાવાદથી અંબાજી ચાલતા આવતા એક સંઘ દ્વારા 1252 ગજની ધજા માતાજીને અર્પીત કરી હતી. અંબાજીના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ચડાવાયેલી આ સૌથી ધજા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૌથી મોટી ધજા પૂનમે માતાજીના દરબારમાં આવી પહોંચી હતી. અમદાવાદના સાબરમતીથી આ સંઘ પ્રતિવર્ષ અમદાવાદ ચાલતો આવે છે.

અનેક વર્ષોથી આ સંઘ અંબાજી ચાલતો આવે છે
આ વખતે સંઘ દ્વારા માતાજીને 1252 ગજની ધજા માતાજીને અર્પણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ભકિત સાથે અંબાજીમાં શ્રધ્ધાનો સંગમ જોવા મળ્યો હતો. આટલી લાંબી ધજા જોઇને ભક્તોમાં પણ ભારે કુતુહલ જોવા મળ્યું હતું. છેલ્લાં 22 વર્ષથી ભક્તો ધજા લઈને અમદાવાદ સાબરમતીથી અંબાજી આવે છે. દર વર્ષે પગપાળા સંઘ લઇને ભક્તો 52 ગજની ધજા સાથે આવે છે જો કે આ વખતે 1252 ગજની ધજા ચડાવવામાં આવી હતી. ભાદરવી 2022ની સૌથી મોટી ધજા હોવાનું મનાય છે. આજે 1252 ગજની ધજા અંબાજી મંદિર ના ચોકમાં ખોલવામાં આવી હતી.

ADVERTISEMENT

(વિથ ઇનપુર શક્તિસિંહ રાજપુત)

    follow whatsapp

    ADVERTISEMENT