અમદાવાદ-રાજકોટ હાઇવેમાં ખાડા કે ખાડામાં હાઇવે તે સૌથી મોટો સવાલ!

ADVERTISEMENT

Rajkot-Ahmedabad Highway
Rajkot-Ahmedabad Highway
social share
google news

અમદાવાદ : રાજ્યમાં હાલ અમદાવાદ-રાજકોટનો હાઇવે સૌથી મોટો મુદ્દો બની ચુક્યો છે. અનેક લોકો દાવો કરી રહ્યા છે કે, સતત ચાલી રહેલા ખરાબ ગુણવત્તાના રોડ અને કોન્ટ્રાક્ટરની બેજવાબદાર વલણના કારણે ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 2020 થી બની રહેલા રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઇવેની કામગીરી હજી સુધી પુરી થઇ નથી. જો કે ચોંકાવનારી બાબત છે કે, જે રસ્તો બની રહ્યો છે તે વાત તો અલગ પરંતુ જે બની ચુક્યો છે તે પણ ધોવાઇ ગયો છે. એક જ વરસાદમાં રસ્તો ધોવાઇ જતા રસ્તાની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. સતત ખાડાઓના કારણે વાહનો ખુબ જ ધીરે ધીરે પસાર થઇ રહ્યા છે. જેના કારણે ફરી એકવાર ટ્રાફીકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

હાઇવે જોતા રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તે કહેવું મુશ્કેલ છે. એક તરફ લોકોને પારવાર મુશ્કેલી પડી રહી છે. ખાડામાં પાણી જોઇને લોકો કહી રહ્યા છે કે, આ બીજુ કંઇ નહી પરંતુ ભ્રષ્ટાચારનો સાગર ઘુઘવી રહ્યો છે. વરસાદના કારણે અમદાવાદને રાજકોટ સાથે જોડતો ખુબ જ મહત્વનો હાઇવે બિસ્માર બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હાઇવે પર રોજના લાખો વાહનો પસાર થઇ રહ્યા છે. વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક લોકોની ગાડીના બમ્પર પણ તુટી જાય તેટલા ઉંડા ખાડાઓ જોવા મળી રહ્યા છે. જ્યારે અનેક ગાડીઓમાં પંચર પડી ગયા છે. વાહનોને આ રસ્તા પરથી પસાર થવામાં ભારે નુકસાન થઇ રહ્યું છે. ટોલ ટેક્સના રૂપિયા દબાવીને લેવાઇ રહ્યા છે. તેમ છતા સુવિધાના નામે મીંડુ છે. તેવામાં ટોલટેક્સ સેનો આ લોકો વસુલી રહ્યા છે. આ કંપની તો ઠીક સરકારને પણ શરમ નથી આવતી. ખાડા એટલા ઉંડા છે અને પાણી ભરાઇ જવાના કારણે વાહન ચાલકને અંદાજ નથી આવતો કે કેટલો ઉંડો હશે તેવામાં વાહન ખાડામાં પડે તો ગાડીનું આગળનું અથવા તો પાછળનું બંપર તુટી જાય છે. કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ જે પ્રકારે ધોવાઇ રહ્યા છે. તે જોતા કોન્ટ્રાક્ટર અને સરકાર બધાની સામે સવાલો ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT