દેવાયત ખવડ અંગેના સૌથી મોટા સમાચાર, પોલીસે વોરન્ટ કાઢ્યું અને તત્કાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : લોકસાહિત્યકાર દેવાયત ખવડ અંગેના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ડાયરામાં મોટી મોટી વાતો કરનારા દેવાયત ખવડની આગોતરા જામીનની અરજી આજે ટળી ગઇ છે. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી આજે ટળી હતી. રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

રાજકોટના કોઢ ગામના ક્ષત્રીય પર હુમલો
તાજેતરમાં રાજકોટમાં મુળ ધ્રાંગધ્રાના કોઢ ગામના ક્ષત્રિય યુવાન પર દેવાયત ખડવે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ દેવાયત પોતાના વ્યક્તિઓ સાથે નાસી છુટ્યો હતો. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મુદ્દે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દુર છે. રાજકોટમાં હુમલા બાદથી જ દેવાયત નાસતો ફરી રહ્યો છે.

ડાયરામાં મોટી મોટી વાતો કરતો દેવાયત હાલ ભાગતો ફરી રહ્યો છે
FIR ના ઢગલા થઇ જાય અને જામીન મરદ ન માંગે તેવી મોટી મોટી વાતો કરતા ખવડ દિવસોથી ફરાર છે. જેના પર હુમલો કર્યો તે મયુરસિંહ રાણા નામનો યુવક જીવલેણ હુમલો કરવા મુદ્દે 8 દિવસથી તે ફરાર છે. પોલીસ પણ તેને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ ઇન્સપેક્ટરના પુત્રને જન્મ દિવસ વિશ કરતો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

એ ડિવિઝન પોલીસે ખુબ છાવર્યા બાદ હવે ઝડપી લેવાની ફરજ પડી
એ ડિવિઝ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. પોલીસે સમાધાન માટે ધમપછાડા પણ ખુબ કર્યા હોવાનું સુત્રોનો દાવો છે. જો કે આખરે સીસીટીવી વાયરલ થયા બાદ અને યુવકે પણ પોલીસ ફરિયાદ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કર્યા બાદ આખરે હવે પોલીસને કાર્યવાહીની ફરજ પડી છે. કોર્ટમાં પણ સુનાવણી થાય તો પોલીસને નીચા જોવું પડે તેવું લાગતા આખરે વોરંટ કાઢ્યું છે. 2 દિવસમાં ગમે ત્યાંથી ઝડપી લેવાની વાત પણ પોલીસે કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT