ધોરણ 12 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી ખુશખબરી, બોર્ડે કરી મહત્વની જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પુરક પરિક્ષા માટેના ફોર્મ ભરવા માટેનો સમય લંબાવવામાં આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2023 માં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા તો નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને પુરક પરીક્ષા આપવા માટેની તારીખ લંબાવવામાં આવી છે.

પુરક પરીક્ષા માટે શાળાનો સંપર્ક કરવા સુચના
જો કે પુરક પરિક્ષા માટેનું ફોર્મ માત્ર શાળાઓ જ ભરી શકશે. વિદ્યાર્થીઓએ શાળાને ફોર્મ ભરવું પડશે. આ ઉપરાંત ફી અને અન્ય તમામ કાર્યવાહી શાળાએ પોતાને જ કરવાની રહેશે. પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદન કરવાની અંતિમ તારીખ 09-06-2023 કરવામાં આવી છે. જે અગાઉ 05-06-2023 અગાઉ રાખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે, પુરક પરિક્ષામાં પણ તારીખ લંબાવવાની કેમ જરૂર પડી તે અંગે કોઇ જ સ્પષ્ટતા સામે આવી નથી.

કન્યા અને દિવ્યાંગોને ફી પણ નહી ભરવી પડે
કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને સરકાર દ્વારા પરીક્ષા ફી ભરવામાંથી છુટ અપાઇ છે. આ ઉપરાંત દિવ્યાંગ લોકોને પણ ફી ભરવામાંથી મુક્તિ અપાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરક પરીક્ષા બાબતે મંડળની વેબસાઇટ પર તમામ જરૂરી સુચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ માત્ર વિજ્ઞાન પ્રવાહ માટેની જ પુરક પરીક્ષા માટેની જાહેરાત કરવામાં આવી છે. વધારે માહિતી માટે www.gseb.org વેબસાઇટની મુલાકાત લેવી જોઇએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT